ટીવી અભિનેત્રી નિયા શર્મા ગોવામાં બ્લૂ બિકિનીમાં છવાઇ 
02, ડિસેમ્બર 2020

મુંબઈ

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા તેનાં બોલ્ડ અંદાજ માટે હમેશાં જાણીતી છે. તેની બોલ્ડનેસને કારણે તે ચર્ચામાં રહે છે. મોટી મોટી સેલિબ્રિટીઝને પણ તે ટક્કર મારે છે. નિયા ઘણી વખત તેની ફોટો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. આ વચ્ચે નિયાની કેટલીક તસવીરો ફરી ચર્ચામાં આવી છે જે સોશિયલ મીડયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં નિયા સમુદ્ર કિનારે નજર આવે છે. નિયા હાલમાં ગોવામાં છે. અને તે તેણે બ્લૂ બિકિનીમાં તેની તસવીર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.


આ તસવીર જોતા જ ફેન્સે તેનાં પર કમેન્ટ કરી છે જેમાં લખ્યું છે, 'આને કહેવાય બિચ બ્યૂટી એક તસવીરમાં નિયા શર્મા રવિ દૂબે સાથે નજર આવશે. જેમાં તે બ્લેક બિકિનીમાં ઘણી જ સુંદર લાગે છે ટૂંક સમયમાં જ નિયા અને રવિ દુબેનાં સુપરહિટ શો 'જમાઇ રાજા ૨.૦' પરત આવી રહી છે. નિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નિયા આ તસવીરોમાં ખુબજ સુંદર લાગી રહી છે. ફેન તેની તસવીરોથી નજર નથી હટાવી શકતા તેનાં ફેન્સ પણ કમેન્ટ્‌સ દ્વારા પ્રતિક્રિયા આપી રહ્યાં છે. નિયાની ફોટો પર અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને લાઇક્સ આવી ચુક્યા છે. ફોટો શેર કરતાં નિયાએ સુંદર કેપ્શન લખી છે. નિયા શર્માનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ તસવીરો લેવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution