કોમનવેલ્થ ગેમ્સના પેરા સ્વિમિંગમાં બે ભારતીયની ફાઈનલમાં એન્ટ્રી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુલાઈ 2026  |   3069



ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે પેરા પાવરલિફ્ટિંગના પ્રથમ મેડલ ઇવેન્ટમાં ભારત મેડલ ચૂક્યું. મેન્સ લાઇટવેઇટ કેટેગરીમાં અશોક કુમાર મલિક ચોથા અને પરમજીત કુમાર છઠ્ઠા સ્થાને રહ્યો.

ભારત માટે સારા સમાચાર પેરા સ્વિમિંગમાંથી આવ્યા, જ્યાં કાર્તિક બુડિગિના અને અલી ઇમામે મેન્સની ૧૦૦ મીટર ફ્રીસ્ટાઇલ જી૧૩ કેટેગરીના ફાઇનલમાં સ્થાન મેળવ્યું. આ સિવાય સ્ટાર સ્વિમર શ્રીહરિ નટરાજે મેન્સની ૫૦ મીટર બેકસ્ટ્રોકના સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું.મેન્સ લાઇટવેઇટ ફાઇનલમાં નવ વખતના નેશનલ ચેમ્પિયન અશોક કુમાર મલિકે પ્રથમ પ્રયાસમાં ૧૯૫ કિલોગ્રામ વજન ઊંચક્યું. બીજા પ્રયાસમાં તેણે ૨૦૦ કિલોગ્રામની પર્સનલ બેસ્ટ લિફ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ૧૪૩.૮ પોઇન્ટ મેળવ્યા. જાેકે ત્રીજા પ્રયાસમાં ૨૦૫ કિલોગ્રામ ઊંચકી શક્યો નહીં અને ચોથા સ્થાને રહ્યો.પરમજીત કુમારે પ્રથમ પ્રયાસમાં ૧૭૬ કિલોગ્રામ વજન ઊંચકીને ૧૩૫.૬ પોઇન્ટ મેળવ્યા. આ પછી તેણે બીજા અને ત્રીજા બંને પ્રયાસોમાં ૧૭૯ કિલોગ્રામ ઊંચકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને વખતે અસફળ રહ્યો. તે ૧૩૫.૬ પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહ્યો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution