બ્રિટન સરકાર મતદાનની વય ૧૮થી ઘટાડી ૧૬ કરશે, બેંક કાર્ડ ઓળખપત્ર ગણાશે
18, જુલાઈ 2025 1980   |  


લંડન, બ્રિટનમાં ૧૬ વર્ષના બાળકો હવે મતદાન કરી શકશે. સરકારે મતદાનની લઘુત્તમ ઉંમર ૧૮થી ઘટાડીને ૧૬ વર્ષ કરવાની જાહેરાત કરી છે. યુકેની વર્તમાન સરકારે જાહેરાત કરી હતી કે તે ૨૦૨૯માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનની ઉંમર ૧૮થી ઘટાડીને ૧૬ કરશે. અગાઉ જુલાઈ ૨૦૨૪માં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે પણ લેબર પાર્ટીના મેનિફેસ્ટોમાં આ બાબત સમાવવામાં આવી હતી. જેથી લોકશાહી ભાગીદારી વધારી શકાય. એવામાં હવે બ્રિટનની આ જાહેરાત બાદ મતદાતાઓની ઉંમરને લઈને દુનિયાભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ ર્નિણયની સાથે જ, સરકારે વોટર આઈડી સંબંધિત એક નવી વ્યવસ્થા પણ લાગુ કરી છે, જેમાં બેંક કાર્ડ અને વેટરન્સ કાર્ડને પણ માન્યતા આપવામાં આવશે. આનાથી વધુ લોકોને મતદાન પ્રક્રિયામાં સામેલ થવામાં સરળતા રહેશે. સ્કોટલૅન્ડ અને વેલ્સ પહેલાથી જ ૧૬ અને ૧૭ વર્ષના બાળકોને સ્થાનિક અને પ્રાદેશિક ચૂંટણીઓમાં મતદાન કરવાની મંજૂરી આપે છે. આ ઉપરાંત ઇક્વાડોર, ઑસ્ટ્રિયા અને બ્રાઝિલ બાદ હવે બ્રિટન પણ મતદાનની ઉંમરમાં ઘટાડો કરનાર દેશોની યાદીમાં જાેડાશે. આ ર્નિણયને બ્રિટીશ સરકારે બ્રિટનના લોકશાહીમાં એક પેઢીમાં થયેલા સૌથી મોટા ફેરફારો પૈકી એક ગણાવ્યો છે. આ ઉપરાંત મતદાન મથકો પર ઓળખપત્ર તરીકે યુકે દ્વારા આપવામાં આવેલા બેંક કાર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમજ આ નવા ર્નિણયને લઈને મતદાર ઓળખ પ્રણાલીમાં જરૂરી ફેરફાર પણ કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution