લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2026 |
3465
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજાઓની ટીકા કરે તો ઠીક, પરંતુ કોઈ તેમને જવાબ આપે તો તેઓ નારાજ થઈ જાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ફરી એકવાર તેનો સામનો કરવો પડ્યો.
નોર્વેની રાજધાની ઓસ્લોમાં મંગળવારે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ટ્રમ્પના પ્રતિનિધિઓ સ્ટીવ વિટકોફ (મિડલ ઈસ્ટમાં વિશેષ દૂત) અને જેરેડ કુશનર (ટ્રમ્પના જમાઈ)એ ઝેલેન્સ્કીને ઠપકો આપ્યો. બંનેએ જ્યારે ઝેલેન્સ્કીને કહ્યું કે ટ્રમ્પ વિરુદ્ધ તેમના નિવેદનોથી અમેરિકી રાષ્ટ્રપતિ નારાજ થઈ ગયા છે, ત્યારે તેઓ સફાઈ આપવા લાગ્યા અને કહ્યું કે તેમણે ક્યારેય આવું કંઈ કહ્યું નથી.
આ મહિને રશિયા પાસેથી ડીઝલ ખરીદવાના અમેરિકી ર્નિણય, રશિયા પરના કેટલાક પ્રતિબંધોમાં ઢીલ અને યુક્રેનને અમેરિકી મદદ મર્યાદિત કરવા જેવા મુદ્દાઓ પર ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ઘણી વખત નિવેદનબાજી થઈ છે.
ટ્રમ્પના આક્રમક વલણને કારણે ઘણા દેશોના નેતાઓ તેમની સાથે ટકરાવાથી બચે છે. તેમને ડર રહે છે કે જવાબ આપવાથી ટ્રમ્પ નારાજ થઈ શકે છે અથવા તેમના દેશ પર નવા ટેરિફ લાદી શકે છે.
ટ્રમ્પ બીજા દેશોના નેતાઓ પાસેથી સન્માન અને નરમાઈની અપેક્ષા રાખે છે, પરંતુ પોતે એવું કરતા નથી. અપવાદ એવા નેતાઓ છે, જેઓ તેમની વાત માને છે અથવા જેમની સાથે ટ્રમ્પ સારા સંબંધો બનાવવા માંગે છે. તેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉન જેવા નેતાઓનો સમાવેશ થાય છે.