CEC જ્ઞાનેશ કુમારને ૪૮ કલાકમાં રાજીનામું આપવા અલ્ટિમેટમ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, સપ્ટેમ્બર 2026  |   2772

ચૂંટણી પંચના કામકાજને લઈને આવેલા એક અહેવાલ બાદ મુખ્ય ચૂંટણી કમિશર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિપક્ષના આકરા પ્રહાર હેઠળ આવ્યા છે. આ અહેવાલમાં જણાવાયું છે કે એસઆઈઆર ((SIR)) અને ચૂંટણી પંચની કેટલીક પ્રક્રિયાઓ સામે બે ચૂંટણી કમિશ્નરોએ છેલ્લા ૧૦ મહિનામાં આશરે ૧૪ વખત વાંધા નોંધાવ્યા છે. આ મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) એ આક્રમક વલણ અપનાવતાં પત્રકાર પરિષદ યોજીને જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડ્યો છે. સીજેપીએ ગુરુવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્ઞાનેશ કુમાર પર દેશના લોકશાહી માટે સૌથી મોટો ભય હોવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ મુખ્ય ત્રણ માગણીઓ રજૂ કરી છે- પ્રથમ જ્ઞાનેશ કુમારને બરતરફ કરવામાં આવે, આગામી તમામ ચૂંટણીઓ પર રોક લગાવવામાં આવે અને એસઆઈઆર પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે. સીજેપીએ ઉમેર્યું હતું કે જાે જ્ઞાનેશ કુમાર ચાપલૂસી કરવા માંગતા હોય તો તેમણે તેમના ઘરે ચોકીદાર કે ચાકર બની જવું જાેઈએ અને ૪૮ કલાકની અંદર રાજીનામું આપી દેવું જાેઈએ. જાે રાજીનામું નહીં આપવામાં આવે તો સીજેપી દેશભરમાં લોકોને એકજુટ કરી દિલ્હીમાં મોટું આંદોલન શરૂ કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution