વડોદરા: ભીડને કાબુ કરવા જતા ખુદ પોલીસ ગુસ્સાનો ભોગ બની, પોલીસકર્મી ઘાયલ થયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, સપ્ટેમ્બર 2020  |   6534

વડોદરા-

વડોદરામાં મોડી રાત્રે પોલીસ પર હુમલો થયો હતો. અક્ષરચોકથી સનફાર્મા રોડ પર હુમલો કરવામાં આવ્યો હતો. જાડેશ્વર વસાહત ચાર રસ્તા પાસે હુમલો થયો હતો. રસ્તા પર ઝગડો થતા પોલીસ પહોંચી હતી. લોકોએ પોલીસ વાન પર પથ્થર મારો કર્યો હતો. હુમલામાં PCR વાનના ઇન્ચાર્જને ઇજા પહોંચી હતી. પોલીસનું બાઈક પણ સળગાવ્યું હતુ. ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. વડોદરામાં પોલીસ પર હૂમલાની હિચકારી ઘટના ઘટી હતી. ભીડને કાબુ કરવા જતા ખુદ પોલીસ ગુસ્સાનો ભોગ બની હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution