લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ઓક્ટોબર 2026 |
2277
પુરુષોની ૫૫ કિગ્રા શ્રેણીની ફાઇનલમાં પહોંચનાર દેશના પ્રથમ ગ્રીકો-રોમન કુસ્તીબાજ બન્યાના એક દિવસ પછી, વિશ્વજીત મોરે ગુરુવારે યુએસએના લાસ વેગાસમાં ેં૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ સાથે સંતોષ માન્યો.
મોરેનો જ્યોર્જિયાના કોબા કરુમિડ્ઝે સામે ૧૨-૧૩થી ભારે મુકાબલામાં પરાજય થયો. તેણે ૫-૯થી પાછળ રહીને સારી વાપસી કરી અને ૧૨-૯થી આગળ રહ્યો, પરંતુ અંતિમ સેકન્ડમાં તેણે મેચ ગુમાવી દીધી. આ મોરેનો સતત ત્રીજાે ેં૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ છે, જેણે ૨૦૨૫ અને ૨૦૨૪ આવૃત્તિઓમાં બ્રોન્ઝ જીત્યો હતો. તેણે સેમિફાઇનલમાં રશિયાના મલિક ગિગીવને ૭-૪થી હરાવ્યો અને એકતરફી ક્વાર્ટર ફાઇનલમાં ઈરાનના ેં૨૦ વર્લ્ડ ચેમ્પિયન આર્મીન શમસીપોરને ૮-૧થી હરાવ્યો. મોરેનો સિલ્વર મેડલ ભારતનો ટુર્નામેન્ટનો પહેલો મેડલ છે. ભારતે આ ટુર્નામેન્ટ માટે કુલ ૨૧ કુસ્તીબાજાેને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં ૧૦ પુરુષોની ફ્રીસ્ટાઇલ, ૬ મહિલા ફ્રીસ્ટાઇલ અને ૫ ગ્રીકો-રોમનનો સમાવેશ થાય છે. કોમલ (૫૯ કિગ્રા) પણ તે દિવસે એક્શનમાં હતી અને સેમિફાઇનલ સુધી તેનો દેખાવ સારો રહ્યો હતો.
પરંતુ હવે તે સેમિફાઇનલ મુકાબલો હારી ગયા બાદ બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે. દરમિયાન, પરવીન (૫૦ કિગ્રા), અહિલ્યા શિંદે (૫૫ કિગ્રા), નેહા શર્મા (૫૭ કિગ્રા) અને નેહા સાંગવાન (૬૫ કિગ્રા) ને વિઝા મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો અને આખરે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા પછી, ભારત ચાર મહિલા વજન વર્ગોમાં પ્રતિનિધિત્વ વિના રહેશે.