અમે અસલી તૃણમૂલ, અમારી સાથે ૫૦થી વધુ સ્ન્છ : બે ધારાસભ્યનો દાવો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026  |   5643

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ શકે છે. પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા રીજુ દત્તાએ દાવો કર્યો કે ૮૦માંથી ૫૦થી વધુ ધારાસભ્યો પોતાને અસલી તૃણમૂલ ગણાવવાની તૈયારી કરી રહ્યા છે. રીજુએ દાવો કર્યો છે કે આ તમામ ધારાસભ્યો વિધાનસભા સ્પીકર પાસે જશે અને ત્રણ મુદ્દા ઉઠાવશે. પહેલો- અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે, ૫૦ ધારાસભ્યો અમારી સાથે છે. અમે જ અસલી ટીએમસી છીએ. બીજાે, વિપક્ષના નેતા ઋતબ્રત હશે, શોભનદેવ નહીં. ત્રીજાે, અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે, તેથી ચૂંટણી ચિહ્ન અમારું હોવું જાેઈએ.બંગાળમાં ટીએમસીના ૮૦ ધારાસભ્યો છે. નવા જૂથને માન્યતા માટે બે-તૃતીયાંશ એટલે કે ૫૪ ધારાસભ્યોની જરૂર પડશે. તેનાથી ઓછા ધારાસભ્યો હોવા પર સ્પીકર નવા જૂથને માન્યતા નહીં આપે. વિભાજનનો દાવો કરનાર રિજુ દત્તા ધારાસભ્ય નથી. આ તરફ, સોમવારે ્ટીએમસીમાંથી હાંકી કાઢવામાં આવેલા ૨ ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતબ્રત બેનર્જીએ કોલકાતાના એમએલએ હોસ્ટેલમાં ટીએમસીના ઘણા ધારાસભ્યો સાથે મીટિંગ કરી. તેમાં મમતાના ઘણા ખાસ ધારાસભ્યો પણ સામેલ થયા. કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે મમતાએ જે વાવ્યું છે તે જ લણી રહી છે. વાસ્તવિકતા એ છે કે તેમની પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે લોકો જ નથી. મને નથી લાગતું કે ્ટીએમસી આગળ જીવંત રહી શકશે. વાત ઘણી દૂર સુધી પહોંચી ગઈ છે. ટીએમસીના કાર્યકરોમાં ઘણો અસંતોષ છે. મમતાએ હવે ટીએમસી બ્લોકને મજબૂત કરવા વિશે વિચારવું જાેઈએ. પશ્ચિમ બંગાળ ટીએમસીના અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે ટીએમસી માટે અમારા દરવાજા બંધ છે. અમે કોઈને બહારથી લાવ્યા વિના ૨૦૭નો આંકડો પાર કરી લીધો. આ વખતે અમારી રાજકીય રણનીતિ પાયાના સ્તરેથી શરૂ થઈ. અમે એવા લોકોને અમારી પાર્ટીમાં કેવી રીતે સામેલ કરી શકીએ જેઓ બાગી છે? ટીએમસીનું તૃણમૂલીકરણ ક્યારેય નહીં થાય. ્મોટાભાગના ધારાસભ્યો મમતા સાથે રહેશે.ટીએમસીના શોભનદેવ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો પક્ષપલટાની અટકળો છતાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે જ રહેશે.

 હું વિરોધ કરતી રહીશ, લડીશ અથવા મરી જઈશ;TMC  નેતાઓના બસસ્ટૉપ પર ધરણાં

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી મંગળવારે સેન્ટ્રલ કોલકાતામાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ ધરણા તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી પર થયેલા હુમલા, ચૂંટણી પછીની હિંસા અને ફેરીવાળાઓને હટાવવાના વિરોધમાં થઈ રહ્યા છે. ધરણા સ્થળે બેનર્જીએ કહ્યું- અમને મંચ બનાવવા અને માઇક્રોફોન વાપરવાની પરવાનગી આપવામાં આવી નથી. પોલીસ ્સ્ઝ્ર કાર્યકરોને પ્રદર્શનોમાં ભાગ ન લેવાની ધમકી આપી રહી છે પરંતુ હું વિરોધ કરતી રહીશ. હું આ મુશ્કેલ સમયમાં ્ટીએમસી કાર્યકરોને છોડીશ નહીં. હું લડીશ અથવા મરી જઈશ. હું ત્યાં સુધી મરીશ નહીં જ્યાં સુધી તમને સત્તા પરથી હટાવી ન દઉં.વિપક્ષના નેતા પસંદ કરવા માટે ્સ્ઝ્ર ધારાસભ્યોની સહીઓ પર થયેલા વિવાદમાં મમતાએ કહ્યું કે મ્ત્નઁ ગંદી રમત રમી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution