લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026 |
2772
સુપ્રીમ કોર્ટે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો પર થયેલા લાઠીચાર્જ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. બુધવારે એક વકીલે CJI ની આગેવાની હેઠળની ૩ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ જનહિત અરજી દાખલ કરી હતી. CJI સૂર્યકાંતે કહ્યું, ‘અમને વીડિયો જાેવામાં કોઈ રસ નથી. અમારી પાસે તેને જાેવાનો સમય નથી.’ જ્યારે વકીલે વિદ્યાર્થીઓ સાથે મારપીટના વીડિયો જાેવાની બીજી વાર વિનંતી કરી ત્યારે CJI એ કહ્યું, ‘અમારો અને તમારો સમય બગાડો નહીં.’ જણાવી દઈએ કે ૧૫ મેના રોજ એક કેસની સુનાવણી દરમિયાન CJI એ કહ્યું હતું કે, ‘કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે, જેઓ પાછળથી મીડિયા, સોશિયલ મીડિયા કે RTI કાર્યકર્તા બનીને સિસ્ટમ પર હુમલો કરવા લાગે છે.’ આ ટિપ્પણી પછી જ અભિજીત દીપકેએ ઇન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટી નામથી એકાઉન્ટ બનાવ્યું હતું. કોકરોચ જનતા પાર્ટીએ ૨૦ જુલાઈના રોજ સંસદ માર્ચ કાઢી હતી. આ દરમિયાન હજારો પ્રદર્શનકારીઓ સંસદ તરફ આગળ વધ્યા હતા, તેમને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી. ૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીએ સંસદ માર્ચ કાઢી હતી. આ દરમિયાન ઘણી જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીએ સંસદ માર્ચ કાઢી હતી. આ દરમિયાન ઘણી જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.અરજદાર વકીલે કહ્યું, ‘વિદ્યાર્થીઓ દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. તેઓ દ્ગઈઈ્ પરીક્ષાના યોગ્ય સંચાલન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં સુધારા જેવા મુદ્દાઓની વાત કરી રહ્યા છે.’ અરજદાર વકીલે કહ્યું, પોલીસની કથિત બર્બરતાના વીડિયો પણ છે. જાે શક્ય હોય તો, કેસની સુનાવણી ગુરુવારે કરવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓ હજુ પણ પ્રભાવિત છે.આના પર ઝ્રત્નૈંએ કહ્યું, ‘અમને વીડિયોમાં રસ નથી, અમારી પાસે જાેવાનો સમય નથી.’
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને પોલીસ પાસે જવાબ માગ્યો
રાજધાની દિલ્હીમાં ઝ્રત્નઁ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવેલી માર્ચ દરમિયાન પોલીસ દ્વારા આચરવામાં આવેલી કથિત ક્રૂરતા અને અતિશય બળપ્રયોગનો મુદ્દો હવે દેશની ઉચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ મામલે દાખલ કરવામાં આવેલી વિવિધ અરજીઓ પર ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરી છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને નાગરિકો પર પોલીસે ગેરકાયદેસર અને બરબરતાપૂર્વક લાઠીચાર્જ તેમજ બળપ્રયોગ કર્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસે માનવતાવાદી ધોરણો અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને પ્રદર્શનકારીઓને નિશાન બનાવ્યા હતા, જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અરજીકર્તાઓએ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે સ્વતંત્ર તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
દિલ્હી હિંસા આચરનારાઓ સામે પોલીસનું હાઇટેક ‘ઓપરેશન’
રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થી સંગઠનોના હિંસક પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાેખમાવનારા તથા આ હિંસક વિરોધના માસ્ટરમાઇન્ડ્સ સુધી પહોંચવા માટે પોલીસે હાઇટેક એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. ઉપદ્રવીઓની સચોટ ઓળખ કરવા માટે દિલ્હી પોલીસે પોતાની તપાસ અત્યંત ઝડપી બનાવી દીધી છે. હિંસક ઘટનાઓને ગંભીરતાથી લેતા દિલ્હી પોલીસે મુખ્ય ૫ પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૦ ગુનાઓ નોંધીને કાયદાકીય શિકંજાે કસ્યો છે. જેમાંથી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ૪, કનોટ પ્લેસમાં ૩, જ્યારે મંદિર માર્ગ, બારાખંભા રોડ અને કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં ૧-૧ FIR દાખલ કરવામાં આવી છે.
ખડગેએ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માગ કરી
સંસદના ચાલી રહેલા ચોમાસંુ સત્રના ત્રીજા દિવસે પણ નીટ-યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીકના મુદ્દે સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભારે ગાજવીજ જાેવા મળી હતી. વિપક્ષી દળોએ આ ગંભીર મુદ્દે સરકારને ઘેરવા માટે એકજૂથ થઈને જાેરદાર સૂત્રોચ્ચારો કર્યા હતા, જેના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાંનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ સમગ્ર વિવાદની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક પ્રભાવથી પદ પરથી રાજીનામું આપે તેવી સ્પષ્ટ અને ઉગ્ર માંગ કરી હતી.
વિરોધ વચ્ચેPM મોદી શરદ પવાર- સુપ્રિયા સુલેને મળ્યાં
બુધવારે જ્યારે વિરોધ પક્ષના સાંસદો સંસદની બહાર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરી રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન કાર્યાલયમાં થયેલી બેઠકે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી દીધી છે. NCP (SP)ના પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં મુલાકાત કરી હતી. બેઠકની તસવીરોમાં અનુભવી મરાઠા નેતા અને વડાપ્રધાન એકબીજા સાથે વાતચીત કરતા અને ખુલ્લા મનથી હસતા જાેવા મળ્યા હતા. વડાપ્રધાન વરિષ્ઠ નેતાનું સ્વાગત કરતા અને તેમને પોતાના કાર્યાલયના દરવાજા પર આવકારી રહ્યા હોવાનું જાેવા મળ્યું હતું. એક રિપોર્ટ મુજબ આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે સરકાર સંસદમાં પરિસીમન વિધેયક માટે બે-તૃતીયાંશ બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર હાલના ચોમાસુ સત્ર દરમિયાન આ વિધેયક ફરીથી રજૂ કરવાની યોજના બનાવી રહી છે. સરકારની સંસદીય વ્યૂહરચના માટે NCP (SP)ના ૮ સાંસદો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
પોલીસકર્મીઓએ મારા કાનમાં કહ્યું, સરકારને હટાવો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ દિલ્હીના ઇન્દિરા ભવનમાં વિદ્યાર્થીઓ વિરુદ્ધ લાઠીચાર્જ પર પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે સૌ પ્રથમ પોતાના પ્રેઝન્ટેશનમાં ૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીના સંસદ ચલો માર્ચમાં સામેલ વિદ્યાર્થીઓના વીડિયો ચલાવ્યા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે સુરક્ષા દળોએ વિદ્યાર્થીઓને ખરાબ રીતે માર્યા. આવું શા માટે કરવામાં આવ્યું. નીટ પેપર લીકથી દેશના ૭.૫ કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો આ ઘટનાથી પ્રભાવિત થયા છે. નીટ મામલે કોઈને પણ સજા થઈ નથી. રાહુલે કહ્યું- જ્યારે પોલીસકર્મીઓ મને હટાવવા આવ્યા ત્યારે તેમણે મારા કાનમાં કહ્યું કે સરકારને હટાવો. મને ખેંચ્યો તો મોઢામાંથી લોહી નીકળ્યું, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનને જવું પડશે.રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સૌથી પહેલાં ૨૦ જુલાઈના રોજ થયેલા પ્રદર્શનની ક્લિપ ચલાવી હતી.