‘કેસ ઠોકી દઈશું!’ આંદોલનકારી વિદ્યાર્થીને મુંબઈ પોલીસના જવાનની ખુલ્લી ધમકી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુલાઈ 2026  |   3564


મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને નકલી ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપવાનો વિડીયો વાયરલ થયા બાદ મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વિડીયોમાં દેખાતા પોલીસ ડ્રાઈવરને તેની હાલની પોસ્ટિંગ પરથી હટાવી દેવામાં આવ્યો છે. આ વિડીયો મુંબઈ કોંગ્રેસના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો, જે બાદ આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કૉકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ)ના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો શિવાજી પાર્ક, ચેમ્બૂર અને આઝાદ મેદાન સહિત મુંબઈના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુંબઈ પોલીસના ડ્ઢઝ્રઁ અકબર પઠાણે જણાવ્યું કે મુંબઈ કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસના આદેશ આપી દીધા છે અને તથ્યોની ચકાસણી કર્યા પછી આગળના પગલાં લેવામાં આવશે. વાયરલ વિડીયોમાં ધમકી આપનાર પોલીસકર્મી સાયન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ પવન સાંગલે છે, જે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ સાથે જાેડાયેલો છે.

વાયરલ વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓ પોલીસ વાહનની અંદર બેઠેલા જાેવા મળે છે. આ દરમિયાન આગળની સીટ પર બેઠેલો પોલીસકર્મી તેમને ફરીથી પ્રદર્શનમાં સામેલ ન થવાની ચેતવણી આપે છે. તે કહે છે કે તમારા બેગમાં ૫૦-૫૦ ગ્રામ પાવડર નાખી દઈશ, પછી આખી જિંદગી ખતમ થઈ જશે. આ સાથે જ તેણે એવું પણ કહ્યું કે આ પ્રદર્શનોના કારણે તેની પોતાની જિંદગી પણ મુશ્કેલ બની ગઈ છે.

વિડીયો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે આખી ઘટનાની સત્યતા તપાસવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તપાસ પૂર્ણ થયા બાદ મળેલા તથ્યોના આધારે સંબંધિત પોલીસ ડ્રાઈવર સામે આગળની ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution