લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, સપ્ટેમ્બર 2026 |
2277
સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બે જજની બેન્ચ સમક્ષ આ મહત્વનો કેસ સુનાવણી હેઠળ હતો. રમતગમતના ભારે શોખીન અને ‘‘CJI XI’’ ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન એવા જસ્ટિસ દત્તાએ પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા ક્રિકેટનું એક ખૂબ જ રોચક ઉદાહરણ આપ્યું હતું. તેમણે ધારદાર શબ્દોમાં કહ્યું કે, જાે મેદાન પર રમતી બેટિંગ ટીમ જ પોતાની પસંદગીના અમ્પાયર નક્કી કરવા લાગે, તો તે અમ્પાયર ગમે તેટલો સાચો ર્નિણય લે તો પણ તેની નિષ્પક્ષતા પર હંમેશા શંકાના વાદળો ઘેરાયેલા રહેશે, કારણ કે તેને એ જ ટીમ પ્રત્યે વફાદાર માનવામાં આવશે. જસ્ટિસ દત્તાએ સમિતિની સંરચના પર આકરા પ્રહાર કરતા ઉમેર્યું કે, કાયદા મુજબની ત્રણ સભ્યોની પસંદગી સમિતિમાં વડાપ્રધાન, તેમના દ્વારા જ નામાંકિત એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતા સામેલ છે. આવી સ્થિતિમાં ૨:૧ ની સ્પષ્ટ સરકારી બહુમતી હોવાથી વિરોધ પક્ષના નેતાની હાજરી માત્ર ‘દેખાવ પૂરતી’ (કોસ્મેટિક) બની રહે છે.