કોરોના સામે વિશ્વ આરોગ્ય સંસ્થાએ બીજી કઈ રસીને મંજૂરી આપી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, માર્ચ 2021  |   3663

વોશિંગ્ટન-

જાેન્સન એન્ડ જાેન્સનને પરવાનગી મળતાની સાથે એક ડોઝ વાળી આ રસીને હવે આંતરરાષ્ટ્રીય કોવેક્સ અભિયાનમાં સમાવવામાં આવી શકે છે. જેના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તર પર રસી વહેંચવામાં આવી રહી છે. ખાસ કરીને ગરીબ દેશોને. એક નિવેદનમાં સંયુકત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ જણાવ્યું કે મોટા સ્તર પર કિલનિકલ ટ્રાયલમાં જાેનસન એન્ડ જાેનસનની રસી વયસ્ક વસ્તી પર અસરકારક જાેવા મળી છે.

આના એક દિવસ પહેલા જ યુરોપિયન યુનિયને રસીને તમામ દેશોમાં લીલી ઝંડી આપી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા ડાયરેકટર જનરલ ટેડ્રોસ એડનામનું કહેવું છે કે નવી રસી મળતાની સાથે એ સુનિશ્ચિત કરવું પડશે કે તે વૈશ્વિક સમાધાનનો ભાગ બને. નહીં કે તેવું કારણે જેના કારણે કેટલાક દેશ અને લોકો પાછળ રહી જાય. જેએન્ડ જેની રસીનું ટ્રાયલ ૩ મહાદ્વીપોમાં કરવામાં આવ્યું હતુ.

આમાં આ ગંભીર બિમારી, હોસ્પિટલમાં ભરતી કરવા અને મોત જેવા માપદંડોની વિરૂદ્ઘ ૮૫ ટકા અસરકારક મનાઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે દક્ષિણ આફ્રિકામાં આ અસરદાર રહી. જયાં નવા વેરિએન્ટથી સમસ્યા ઉભી થઈ હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સિનિયર એડવાઈઝર ડો. બ્રૂસ એલિવર્ડે આશા વ્યકત કરી છે કે આવનારા મહિનાઓમાં જે એન્ડ જે કેટલાક જથ્થામાં ડોઝ પુરા પાડી શકશે. ઓછામાં ઓછા જુલાઈમાં આનાથી રસીકરણ કરી શકાશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. આનાથો ફકત એક ડોઝ પુરતો છે. એટલા માટે વધારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રસીને ઓછા તાપમાનમાં સ્ટોર કરવાની રહેશે. એટલા માટે તેના એક ડોઝથી કામ સારૂ થઈ શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution