દિલ્હી-

દિલ્હી પોલીસને એફઆઈઆર દાખલ કરાયાને પગલે, સ્વીડનની પર્યાવરણ કાર્યકર ગ્રેટાથર્મન દ્વારા ટ્વિટ કરાયેલા ડોક્યુમેન્ટની તપાસ તો શરૂ કરી દેવાઈ છે જ પણ સાથે જ એક અન્ય વાયરલ થઈ ગયેલા વિડિયો બાબતે પણ તપાસ હાથ ધરાઈ છે, જેમાં કેનેડામાં જન્મેલો એક શીખ નામે મો ધાલીવાલ દેખાય છે. 

કેનેડાના વાનકુંવર ખાતેના ભારતીય દૂતાવાસ સામે પોતે આપેલા એક નાના ભાષણ દરમિયાન આ શખ્સ એમ કહે છે કે, કાલે ઉઠીને કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવાય તોપણ એ આપણી જીત નથી. આપણી લડત અહીં પૂરી થતી નથી. કૃષિ કાનૂનોનો અંત લાવવાની સાથે જ આપણી લડત શરૂ થાય છે. તેનું કારણ એ છે કે, તેઓ ખેડૂત આંદોલનમાંથી ઊર્જા ખેંચી લેવા માંગે છે અને કહેવા માંગે છે કે, તમે પંજાબથી અલગ છો અને તમે ખાલીસ્તાની ચળવળથી અલગ છો, ખરેખર એવું નથી.

યોગાનુયોગ જ આ વિડિયો વાયરલ થયો છે અને એવું જણાયું છે કે, તેને ગ્રેટા થનબર્ગ દ્વારા જેને વાયરલ કરવામાં આવી હતી એ ટૂલકીટ સાથે પણ આ શખ્સ સંકળાયેલો છે. ગઈકાલે એક ફેસબૂક પોસ્ટમાં ધાલીવાલે કહ્યું હતું કે, પોએટીક જસ્ટીસ ફાઉન્ડેશન નામની સંસ્થા તેની એક મિત્ર અનિતા લાલ દ્વારા સ્થપાઈ હતી. આ ઉપરાંત સ્કાયરોકેટ નામની એક અન્ય સંસ્થા પણ વાનકુંવર ખાતે સ્થપાઈ હતી, જેનો સ્થાપક એ હોય એમ મનાય છે.