જાેર્ડન રોડ પર જાેખમી બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુન 2026  |   1980

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પર સુરક્ષા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત જાેર્ડન રોડ વિસ્તારમાં આવેલ એક જાેખમી અને જર્જરિત બિલ્ડિંગને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મહાનુભાવો તેમજ પોલીસ અને સુરક્ષા દળોની અવરજવર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં તે માટે આગોતરા આયોજન સાથે જાેખમી બાંધકામોની ઓળખ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાેર્ડન રોડ પર કરાયેલી આ કામગીરીથી રથયાત્રા રૂટ વધુ સુરક્ષિત બનશે અને યાત્રા દરમિયાન જનસુરક્ષા જાળવવામાં મદદ મળશે. છસ્ઝ્ર દ્વારા આગામી દિવસોમાં પણ રથયાત્રા માર્ગ પર જરૂરી સુરક્ષાત્મક પગલાં અને નિરીક્ષણની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

ભયજનક મકાનોના પ્રવેશદ્વારે જાહેર ચેતવણીની નોટિસ લગાવાઈ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવનારી રથયાત્રા અને તાજીયા રૂટ પર આવેલા ભયજનક મકાનો અંગે જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતાં વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત રૂટ પર આવેલા જાેખમી અને જર્જરિત મકાનોના પ્રવેશદ્વાર પર જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી રહી છે, જેથી સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ યાત્રાળુઓને સંભવિત જાેખમ અંગે અગાઉથી સાવચેત કરી શકાય. મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા મકાનોનું નિરીક્ષણ કરી જરૂરી સ્થળોએ ચેતવણી બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રથયાત્રા અને તાજીયાના કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પૂર્વ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution