કારખાનાનાં ત્રીજા માળેથી કૂદી કારીગરનો આપઘાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   2376

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સંચા કારખાનામાં કામ કરતા યુવકે કારખાનાના ત્રીજા માળેથી ભૂસકો મારી મોત વહાલું કરી લીધું હતું. આ યુવકે આર્થિક સંકડામણમાં અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ગંજામનો વતની ૨૫ વર્ષીય મુંના જયા ગૌડા હાલ ભેસ્તાનમાં ઉન નાકા, ખાતે આવેલી નવાબ રેસિડેન્સીમાં રહેતો હતો અને નજીકના સંચા કારખાનામાં કામ કરતો હતો. આજે મળસ્કે કારખાનામાં કામ દરમિયાન તેણે અચાનક ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution