લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026 |
4950
એસ.ડી. જૈન કોલેજ સામે બનવારી રેસિડેન્સીમાં અનિલ જયનારાયણ ભદ્દંડ તેમના પરિવાર સાથે રહે છે. અનિલ ભદ્દંડ ભાણેજ જીતેન્દ્ર રાઠી સાથે ગ્લોબલ માર્કેટમાં નારાયણ ફેશન નામથી કાપડનો ધંધો કરે છે. અનિલની પત્ની આરતી અત્રેની કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ગત ૧૯મી તારીખે અનિલ ભદ્દંડે ફ્લેટમાં જુનું એસી કાઢી બીજું એસી સવિર્સ કરીને ફિટ કરવવાનું હતું. આ કામ માટે તેઓએ ગુગલ સર્ચ કરતાં ક્રિષ્ના એસી સવિર્સનો નંબર મળ્યો હતો. ઓનલાઇન મળેલા નંબર પર કોલ કરતાં સામેના વ્યક્તિએ એસી બદલા અને સવિર્સ કરવાનો ચાર્જ ૧૭૦૦ રૂપિયા જણાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય વાગ્યે ક્રિષ્ના એસી સવિર્સનાં બે કર્મચારી અનિલનાં ઘરે પહોંચ્યા હતાં. આ યુવકોએ કામ ચાલુ કર્યા બાદ એસી માં ગેસ ભરવો પડશે અને તેનો ચાર્જ અલગ થશે એમ કહ્યું હતું. અનિલે હા પાડ્યા બાદ એ યુવકોએ બીજા ખર્ચ ગણાવ્યા હતાં. જો કે અનિલે બીજો વધારાનો ચાર્જ આપવાની ના પડતાં તેઓ વચ્ચે ઉગ્ર દલીલ થઇ હતી. થોડો સમય બોલાચાલી કરી એ યુવકો જતા રહ્યા હતાં. ત્યારબાદ અનિલભાઇના દીકરાએ, એસી રિપેરિંગનો સામાન રખાયો હતો એની બાજુમાં હતું એ મોટુ ટીવી ચાલુ કર્યું તો સ્ક્રીન પર લાંબો સ્ક્રેચ જોવા મળ્યો હતો. આ અંગે શંકા જતાં અનિલભાઇએ ત્યાં પડેલું પર્સ ચેક કર્યું તો તેમાંથી રોકડા ૫૦ હજાર રૂપિયા પણ ગાયબ થઇ ગયા હતાં. એસી બાબતે માથાકૂટ થતા એ યુવકો જ ટીવીની સ્ક્રીન બગાડી રોકડ ચોરી ગયાની આશંકા સાથે અનિલ ભદ્દંડે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.