01, ડિસેમ્બર 2020
લોકસત્તા ડેસ્ક
કેન્સરનાં નામની જેમ જ બીમારીમાં મોટી ગણાતી બીમારી એટલે HIV એઈડસ. આજે વિશ્વ એઇડ્સ દિવસ છે. પરંતુ વર્તમાન સ્થિતિ સુધી એઇડ્સની રસી શોધાઈ શકી નથી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એન્ટી રેટ્રોવાયરલ થેરાપી અને દવાઓના માધ્યમથી એઇડ્સનાં પ્રભાવની ઘટાડી શકાય છે પરંતુ સંક્રમિત થયા બાદ જડમુળમાંથી મીટાવવા માટેની દવા કોઈ પાસે નથી. ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકો સામે HIV સૌથી પહેલા ૧૯૮૦મા આવ્યો હતો અને ૪૦ વર્ષો વીતી ગયા હોવા છતાં HIVની કોઈ વેક્સિન તૈયાર થઈ શકી નથી.
વર્ષ ૧૯૮૪માં અમેરિકાનાં હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ ડીપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ બે વર્ષની અંદર વાયરસની વેક્સિન બનાવી લેશે, પરંતુ તમામ કોશિશ છતાં પણ તેમને સફળતા મળી નથી. જોકે વેક્સિન નહી હોવા છતાં પણ HIV એઇડ્સને કંટ્રોલ કરવામાં ઘણી સફળતા મળી છે.
ઈમ્યુનનું ખરાબ રીએક્શન : એચાઈવીનાં સંપર્કમાં આવ્યા બાદ દર્દીની રિકવરી થવી લગભગ અશક્ય છે. એચઆઈવી પર ઈમ્યુનનું કોઈ રીએક્શન નથી જોવા મળતું આથી વૈજ્ઞાનિકો વેક્સિન બનાવી શકતા નથી.
ડીએનએમાં છુપાયેલ વાયરસ : શરીરમાં એચઆઈવી સંક્રમણ ફેલાવા માટે એક લાંબો સમયગાળો હોય છે. આ દરમિયાન વાયરસ માણસના ડીએનએમાં છુપાયેલ રહે છે. શરીરમાં ડીએનએમાં છુપાયેલ વાયરસને શોધીને નાશ કરવો ખૂબ મુશ્કેલ છે.
વાયરસનો સ્વભાવ : રેસ્પિરેટરી અને ગેસ્ટ્રો-ઈંટસટાઈનલ સિસ્ટમમાં દાખલ થનાર મોટાભાગની વેક્સિન માણસોની સુરક્ષા કરે છે. જ્યારે એચઆઈવીનું સંક્રમણ જનનાંગો અને લોહીના માધ્યમથી શરીરમાં ફેલાય છે.
જાનવરોનું મોડેલ : દરેક વેક્સિન માણસને આપતાં પહેલા જાનવરને આપવામાં આવે છે અને તેનું પરિક્ષણ કરવામાં આવે છે. એચઆઈવી માટે જાનવરોમાં આવું મોડેલ જોવા મળ્યું જ નથી જેથી HIV વેક્સિનનું ટેસ્ટીંગ થઈ શકે.