હા, મેં જ NEET-TRE-3ના પેપર લીક કર્યા : સંજીવ મુખિયા 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2026  |   4059

પેપર લીક માફિયાા સંજીવ મુખિયાને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આર્થિક અપરાધ એકમ ((EOU) ) દ્વારા કરવામાં આવેલી કડક પૂછપરછ દરમિયાન સંજીવ મુખિયાએ કથિત રીતે  NEET  અનેTRE-3 સહિત અનેક પરીક્ષાઓના પેપર લીક મામલે પોતાની સંડોવણી કબૂલી લીધી છે. પૂછપરછ દરમિયાન તેણે પેપર લીકનું આખું નેટવર્ક અને તેમાં પોતાની ભૂમિકાને લઈને ઘણા મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. જેના આધારે હવે તપાસ એજન્સી નેટવર્કની કડીઓ જાેડવામાં સક્રિય બની છે.પટનામાં  EOU ની તપાસ દરમિયાન સંજીવ મુખિયાએ પોતાના ગુનાની કબૂલાત કરતા અનેક ચર્ચિત ભરતી પરીક્ષાઓના પેપર લીક કેસમાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંજીવ મુખિયાએ ૨૦૧૭ ના NEET  પેપર લીક, ૨૦૨૩ ની  CSBC  સિપાહી ભરતી પરીક્ષા પેપર લીક અને  BPSC શિક્ષક બહાલીTRE-3 Ãપેપર લીક મામલે પોતાની સંડોવણી સ્વીકારી છે. EOU  આ પૂછપરછ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ પેપર લીકનું પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવતું હતું, તેમાં કોણ-કોણ સામેલ હતું અને ઉમેદવારો સુધી પ્રશ્નપત્રો કેવી રીતે પહોંચાડવામાં આવતા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution