ગણપતિ પંડાલ પાસે ચપ્પલ ઉછાળવાના મુદ્દે વિધર્મીનાં ટોળાં દ્વારા યુવકની હત્યાનો પ્રયાસ
03, સપ્ટેમ્બર 2022 198   |  

વડોદરા, તા. ૩

આજવારોડ પર એકતાનગરમાં ગણપતિના પંડાલ પાસે ચપ્પલો ઉછાળીને મસ્તી કરતા બે મુસ્લીમ યુવકોને ત્યાંથી જતા રહેવાનું કહેતા જ બંને યુવકો અને તેઓના સાગરીતોએ એક દલિત યુવક પર હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આજવારોડ પર એકતાનગરમાં રહેતો ૧૯ વર્ષીય અજય શંકરભાઈ સોલંકી પરિવાર સાથે રહે છે અને છુટ્ટક મજુરી કરે છે. ગઈ કાલે રાત્રે તે તેના ઘર આગળ ભાથુજીમંદિર પાસે ગણપતિ બેસાડ્યા હોઈ ત્યાં ગયો હતો. દરમિયાન ત્યાં આવી પહોંચેલા એકતાનગર મસ્જીદની સામે રહેતા તોસીલ મોહંમદ અને અલીભાઈ એકબીજા પર ચપ્પલ ફેંકીને મસ્તી શરૂ કરી હતી. આ પૈકી તોસીબે અલી પર ચપ્પલ ફેંકતા તે અજય સોલંકીને વાગી હતી જેથી અજયે ગણપતિના પંડાલ પાસેથી દુર જવા માટે જણાવ્યું હતું.તેની વાત સાંભળતા જ તોસીબે ઉશ્કેરાઈને અજયને લાફો ઝીંક્યો હતો અને તોસીબે ટાઈલ્સનો ટુકડો લઈ તેના માથામાં પાછળના ભાગે માર્યો હતો. આ દરમિયાન ત્યાં આવી પહોંચેલા એઝાઝ તેમજ અન્ય પાંચેક મુસ્લીમ યુવકોએ ભેગા મળી અજયને ગડદાપાટુનો તેમજ પાવડાનો હાથો મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવના પગલે ટોળું ભેગુ થતાં હુમલાખોર વિધર્મી યુવકો તમારા મકાન ખાલી કરાવી દઈશું તેવી ધમકી આપી ફરાર થયા હતા. આ બનાવની અજયની ફરિયાદના પગલે બાપોદ પોલીસે હુમલાખોર ટોળા સામે રાયટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution