મહારાષ્ટ્રના થાણેમાં ઊભેલી કારની એરબેગ અચાનક ખૂલી જતાં યુવકનું મોત 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુન 2026  |   1584


મહારાષ્ટ્રના થાણેમાં એક ઉભેલી કારમાં અચાનક એરબેગ ખુલવાથી ૨૫ વર્ષના યુવકનું મૃત્યુ થયું. યુવક કાર ડીલર હતો. તેનું નામ મોહિત સોની છે. તે ૧૫ વર્ષ જૂની કારની અંદર બેઠો હતો. ત્યારે અચાનક ગાડીની સેફ્ટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ. એરબેગ એટલી ઝડપથી ખુલી કે તેના જાેરદાર આંચકાથી યુવકને ગંભીર ઈજા થઈ અને મેડિકલ મદદ મળે તે પહેલાં જ વધુ બ્લિડીંગ થવાને કારણે તેનું મૃત્યુ થયું. યુવકને ક્યાં ઈજા થઈ તેની માહિતી હાલમાં આપવામાં આવી નથી. આ ઘટના બુધવારે થાણેના કાશીમીરા વિસ્તારમાં બની હતી. પોલીસે શનિવારે માહિતી આપી.

થાણે પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ભલે જૂની હતી, પરંતુ સરકારી રેકોર્ડ મુજબ તેની પાસે માન્ય ફિટનેસ સર્ટિફિકેટ હતું. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ તપાસ માટે ઓટોમોબાઈલ નિષ્ણાતોની પણ સલાહ લઈ રહી છે.

એરબેગ ખુલવાની સ્પીડ ૨૦૦ થી ૩૦૦ કિમી/કલાકની વચ્ચે હોઈ શકે છે. આ કારણે જાેરદાર આંચકો લાગે છે. તેનાથી બચવા માટે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. સીટ બેલ્ટ ન લગાવવાની સ્થિતિમાં જાેરદાર આંચકો લાગવાથી ગંભીર ઈજા થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution