ત્રિપુરાના DGPનો પોલીસ હેડક્વાર્ટરમાં મૃતદેહ મળ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, જુલાઈ 2026  |   5643

ત્રિપુરાના DGP અનુરાગ ધનખડ પોલીસ હેડક્વાર્ટરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રિપુરાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અનેIPS  અધિકારી અનુરાગ ધનખડ સોમવારે ૨૦ જુલાઈએ અગરતલામાં પોલીસ હેડક્વાર્ટર માં આવેલી પોતાની ઓફિસમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, અનુરાગ ધનખડPHQમાં પોતાની ઓફિસમાં લટકતી હાલતમાં મળી આવ્યા છે. તેમને તાત્કાલિક અગરતલાની જીબી પંત હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં આગળની પ્રક્રિયા ચાલી રહી છે. જીબી પંત હોસ્પિટલના સિનિયર ડોક્ટર પ્રદીપ ભૌમિકે જણાવ્યું કે, જ્યારે તેમને બપોરે લગભગ ૧૨:૦૦ વાગ્યે અહીં લાવવામાં આવ્યા, ત્યારે અમારા ડોક્ટરોએ તેમની તપાસ કરી. અમને તેમના પલ્સ, બ્લડ પ્રેશર કે અન્ય કોઈ પેરામીટરના સંકેત મળ્યા નહીં, જે બાદ તાત્કાલિક ઈમરજન્સી યુનિટમાં કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR ) શરૂ કરવામાં આવ્યું. અમારી ટીમે લગભગ ૪૮ મિનિટ સુધી CPR આપ્યું. અમારા તમામ પ્રયાસો છતાં અમે તેમને બચાવી શક્યા નહીં અને બપોરે ૧૨:૪૮ વાગ્યે અમે તેમને મૃત જાહેર કર્યા. મૃત્યુનું કારણ પૂછવા પર મેડિકલ ઓફિસરે કહ્યું કે, અમે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેમના મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution