સાંતલપુરમાં સવા ૧૫ ઈંચ, રાધનપુરમાં ૧૪ ઈંચ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026  |   2277

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૬૫ તાલુકામાં સૌથી વધુ વરસાદ પાટણના સાંતલપુરમાં ૧૫ અને રાધનપુરમાં ૧૩.૪૬ ઇંચ ખાબક્યો છે. જ્યારે વાવ-થરાદના ભાભરમાં ૧૧.૩૦, દિયોદરમાં ૧૦.૮૩ ઇંચ વરસ્યો છે. તો ૧૦ તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારના ૬થી ૮ વાગ્યામાં ૧૦૬ તાલુકામાં સૌથી વધુ વાવ-થરાદના દિયોદર અને લાખાણીમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે સવારે પણ ઉત્તરમાં મેઘરાજાની બેટિંગ ચાલુ રહી છે. સવારે ૬ થી ૮ વાગ્યાના માત્ર ૨ કલાકના ટૂંકા સમયગાળામાં જ રાજ્યના ૧૦૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે સવારે ૧ ઈંચથી વધુ વરસાદ ધરાવતા મુખ્ય તાલુકાઓ: દિયોદર (વાવ-થરાદ): ૧.૮૫ ઈંચ, લાખણી (વાવ-થરાદ): ૧.૭૩ ઈંચ, ધાનેરા (બનાસકાંઠા): ૧.૪૬ ઈંચ, રાહ (વાવ-થરાદ): ૧.૪૨ ઈંચ, ઓગડ (બનાસકાંઠા): ૧.૩૦ ઈંચ, વરસાદના સતત આગમનને પગલે તંત્ર સતર્ક બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.જળબંબાકારન સ્તિતીનેકારણે લોકોને ઘરમાં જ પુરાઇ રહેવુંપડ્યું હતું. તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.

ખેડબ્રહ્મા પવિત્ર હરણાવ નદીમાં નવા નીર આવતાં પાલિકાના પદાધિકારી તેમજ સ્ટાફ દ્વારા વધામણાં

ખેડબ્રહ્મા તાલુકા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં થયેલા સાવર્ત્રિક વરસાદને પગલે ખેડબ્રહ્મા શહેરની જીવાદોરી સમાન હરણાવ નદીમાં નવા નીર આવતા ખેડબ્રહ્મા નગર પાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી,ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન નિકુંજ રાવલ, ચીફ ઓફિસ હિતેશભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, પ્રવિણસિંહ સોલંકી અનિલ વણઝારા, દિલીપ જૈન, લતાબેન ભાવસાર વગેરે પાલિકાના સદસ્યો હાજર રહીને હરણાવ નદીને શ્રીફળ ,ચૂંદડી, કંકુ, ચોખા સાડીથી વધામણા કર્યા હતા.ઉપરવાસમાં સતત વરસાદ વરસતા હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. નદીમાં નવા નીર આવતાં નદીકાંઠે મનોહર દૃશ્યો સર્જાયા હતા, જે ને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને યુવાનો ઉમટી પડયા હતા.હરણાવ નદીમાં પાણીની આવકથી ખેડૂતોમાં પણ આશાનું નવું કિરણ જાગયુ છે. વરસાદના કારણે ખેતરોમાં વાવેતર અને પાકને જીવનદાન મળવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution