મુંબઈમાં ૨૨ ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા અચાનક પડતાં ૨ મોત, પાંચ લોકો ઘાયલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   3267


મહારાષ્ટ્રના મુંબઈમાં બાયકુલાથી ભુલેશ્વર લાવવામાં આવી રહેલી ૨૨ ફૂટ ઊંચી ગણેશજીની મૂર્તિ મંડપથી લગભગ ૫૦ મીટર પહેલા પડી ગઈ. આ દુર્ઘટનામાં ૨ લોકોના મોત થયા. પાંચ લોકો ઘાયલ છે.

આ દુર્ઘટના ૨૨ ઓગસ્ટની રાત્રે લગભગ ૯:૫૧ વાગ્યે બલરામ મર્ચન્ટ રોડ, જય અંબે ચોક પાસે થઈ. પ્રાથમિક તપાસમાં રસ્તા પર કોઈ મોટો ખાડો જાેવા મળ્યો નથી. પ્રતિમાનું સંતુલન બગડવું એ દુર્ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મૃતકોની ઓળખ સંકેત નેવશે (૩૩) અને બ્રિજેશ હેમંત જાેશી (૩૦) તરીકે થઈ છે. ઘાયલોમાં વૈભવ ઘેનંદ (૩૮), પવન ચૌરસિયા (૨૫), લાવણ્યા ગનેર (૫), દિવ્યા ગનેર (૭) અને કુણાલ કાશિદ (૨૬)નો સમાવેશ થાય છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને  તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે ગણેશોત્સવ ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થશે. મુંબઈમાં લગભગ ૧૦,૬૦૦ સાર્વજનિક ગણેશ મંડળો છે, પરંતુ લગભગ ૨,૫૦૦ મંડળોએ ૧૦ દિવસના ઉત્સવ માટે પરવાનગી લીધી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution