લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, સપ્ટેમ્બર 2026 |
2673
દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયામાં બુધવારે મળેલી I.N.D.I.A. બ્લોકની મહત્ત્વપૂર્ણ બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ૨૦ જેટલા વિપક્ષી દળો સામેલ થયા હતા. બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ‘ચૂંટણી પંચ સરકારના હાથની કઠપૂતળી બનીને કામ કરી રહ્યું છે. આજે દેશભરમાં ચૂંટણી પંચના કામકાજને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને તેમના સાથી સભ્યોની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે.’ તેમણે માંગ કરી હતી કે જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવામાં આવે અને ભવિષ્યની ચૂંટણીઓ માટે એસઆઈઆર ( - સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા પહેલાની જ વોટર લિસ્ટનો ઉપયોગ કરવામાં આવે. વળી, વોટર લિસ્ટમાં થતા દરેક ફેરફારમાં સંપૂર્ણ પારદર્શિતા હોવી જાેઈએ. સરકાર અને ચૂંટણી પંચની નીતિઓ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધને આગામી દિવસોમાં દેશભરમાં આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. આ વિરોધમાં આમ જનતા, યુવાનો,I.N.D.I.A.. ગઠબંધનના સભ્યો, એનજીઓ તેમજ લોકશાહી અને એકતા માટે કામ કરતી સંસ્થાઓ જાેડાશે. આ બેઠકમાં શિવસેના (UBT) ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઝૂમ કોલ દ્વારા જાેડાઈને કોંગ્રેસની ‘એકલા ચાલો નીતિ’ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જાે સરકાર અને ચૂંટણી પંચ સામે મોટી અને અસરકારક જંગ લડવી હોય તો વિપક્ષે અલગ-અલગ કાર્યક્રમો કરવાને બદલI.N.D.I.A. ગઠબંધનના સમાન બેનર હેઠળ એકજુટ થઈને મેદાનમાં ઉતરવું પડશે.’
• ૨થી ૮ ઓક્ટોબર: દેશના દરેક જિલ્લા સ્તરે ‘લોકશાહી બચાવો માર્ચ’ કાઢવામાં આવશે અને ડીએમ ઓફિસ બહાર જાેરદાર દેખાવો કરવામાં આવશે.
• ૬ ઓક્ટોબર: વિપક્ષી ગઠબંધનના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો દિલ્હીમાં ચૂંટણી પંચ સુધી માર્ચ કરશે.
• ઓક્ટોબરના બીજા અઠવાડિયે: વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ દેશના રાષ્ટ્રપતિને મળીને આ સમગ્ર મામલે આવેદનપત્ર આપશે અને સમય માંગશે.
• મોટી રેલીઓ: વિપક્ષ દ્વારા આગામી સમયમાં દેશભરમાં પાંચ મોટી જનરેલીઓનું આયોજન કરવામાં આવશે.