મોબાઇલ ફોન રિટેલર્સ બીજી ઑક્ટોબરે ‘નોUPI ડે’ ઉજવશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, સપ્ટેમ્બર 2026  |   2376

દેશભરના મોબાઇલ ફોન રિટેલર્સ ૨ ઓક્ટોબરે ‘નોUPI ડે’ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશનએ ૦.૪% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ((MDR) ) ના વિરોધમાં આ ર્નિણય લીધો છે. સંગઠન અનુસાર, ગાંધી જયંતિ પર, મોબાઇલ રિટેલર્સ તેમની દુકાનોમાં પ્રદર્શિતUPI QR કોડને કાળા કપડાથી ઢાંકી દેશે અને દ્વારા ચુકવણી સ્વીકારશે નહીં. આનો હેતુ સરકાર અને સંબંધિત હિસ્સેદારોને રિટેલર્સની ચિંતાઓ પહોંચાડવાનો છે. AIMRA  અનુસાર, સરકારે ૧૫ ઓક્ટોબરથી ૨,૦૦૦ થી વધુના વ્યવસાયિકUPI ટ્રાન્સફર પર ૦.૪% ફી લાગુ કરી છે. જાે કે, વ્યક્તિ-થી-વ્યક્તિUPI વ્યવહારો અને નાની ચુકવણીઓને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. મોબાઇલ રિટેલર્સ કહે છે કે વેપારીઓ દ્વારાUPI ઉપયોગ પરMDR લાદવાથી તેમના વ્યવસાયો પર સીધી નાણાકીય અસર પડશે. સંગઠને આ મુદ્દા અંગે નાણામંત્રી ર્નિમલા સીતારમણને પણ પોતાનો પ્રતિનિધિત્વ મોકલ્યો છે. AIMRA  કહે છે કે આ ફી ખાસ કરીને નાના મોબાઇલ રિટેલર્સની કમાણીને અસર કરશે. નાણામંત્રીને મોકલવામાં આવેલા રજૂઆતમાં, સંગઠને અંદાજ લગાવ્યો છે કેUPI  દ્વારા દર મહિને ૫ લાખથી ૩૦ લાખ રૂપિયાનો વ્યવસાય કરતા નાના દુકાનદારોને તાત્કાલિક માસિક ૨,૦૦૦થી ૧૨,૦૦૦ રૂપિયાનું ચોખ્ખું નુકસાન થઈ શકે છે. આનાથી તેમની ચોખ્ખી આવકનો મોટો ભાગ નાશ પામશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution