લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, સપ્ટેમ્બર 2026 |
5346
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપથી થઈ રહેલા વિકાસ વચ્ચે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજાેપતિ બિલ ગેટ્સે અમેરિકામાં છૈં માટે સરકારી નિયમન અને કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. એક ઇન્ટરવ્યુમાં ગેટ્સે કહ્યું કે માત્ર છૈં કંપનીઓના સ્વનિયમનથી કામ નહીં ચાલે અને વોશિંગ્ટનમાં કાયદા બનાવવાની જરૂર છે. ગેટ્સના જણાવ્યા મુજબ AIના વિકાસ સાથે સુરક્ષા અને મોનિટરિંગ માટે સ્પષ્ટ વ્યવસ્થા જરૂરી છે. તેમણે કહ્યું કે કાયદા અમલ કરનારી એજન્સીઓ અને રાજકીય નેતાઓએ છૈં માટે સુરક્ષા વ્યવસ્થા તથા દેખરેખ અંગેની ચર્ચામાં સામેલ થવું જાેઈએ. તેમના મતે આવા નિયમોથી AI ઉદ્યોગ પર થોડો વધારાનો વહીવટી બોજ આવી શકે છે, પરંતુ તે ટેક્નોલોજીના વિકાસને નાટકીય રીતે ધીમો નહીં પાડે. ગેટ્સે AIના જાેખમ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે છૈં એટલી શક્તિશાળી બની શકે છે કે તેનો દુરુપયોગ મોટા પાયે જાનહાનિનું કારણ બની શકે. ખાસ કરીને ખરાબ ઇરાદા ધરાવતા લોકોના હાથમાં અદ્યતન AI ટૂલ્સ પહોંચે ત્યારે જાેખમ વધી શકે છે. આ ચિંતા એવા સમયે સામે આવી છે જ્યારે AI ઉદ્યોગમાં ટેક્નોલોજીના વિકાસની ગતિ અને સુરક્ષા અંગે ચર્ચા તેજ બની છે. Anthropicના CEO ડેરિયો અમોડેઈએ AI મોડલ્સની ક્ષમતામાં વધારો થવાની ગતિ ધીમી કરવા અને સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકન સહિતના પગલાંની હિમાયત કરી છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેને પણ છૈં માટે આંતરરાષ્ટ્રીય ટેક્નિકલ ધોરણો અને સુરક્ષા માપદંડની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મેટાના CEOમાર્ક ઝકરબર્ગે ઉદ્યોગવ્યાપી સંકલિત નિયમનના અભિગમ અંગે અલગ મત વ્યક્ત કર્યો છે. દરેક AI લેબે પોતાની જરૂરિયાત મુજબ સુરક્ષા માટે જરૂરી સમય લેવો જાેઈએ અને સમસ્યાઓ જણાય ત્યારે આંતરિક રીતે તેનો ઉકેલ લાવવો જાેઈએ.