લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026 |
3168
દુનિયાના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપની ૧૩મી ટેસ્ટ ઉડાન સફળ રહી. આ મિશનમાં સ્ટારશિપના અપર સ્ટેજે હિંદ મહાસાગરમાં લેન્ડ કર્યું, જ્યારે તેના બૂસ્ટરે મેક્સિકોની ખાડીમાં લેન્ડિંગ કરી. ગયા અઠવાડિયે એન્જિન ઇગ્નિશનમાં ખામીને કારણે તેનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું.
દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સે આ રોકેટ બનાવ્યું છે. સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ (ઉપલો ભાગ) અને સુપર હેવી બૂસ્ટર (નીચલો ભાગ) ને સામૂહિક રીતે ‘સ્ટારશિપ‘ કહેવામાં આવે છે. આ વાહનની ઊંચાઈ ૪૦૩ ફૂટ છે. આ સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવું છે.
સ્ટારશિપે ટેક્સાસના દક્ષિણ છેડે આવેલા ‘સ્ટારબેઝ’ પરથી ભારતીય સમય અનુસાર સવારે લગભગ ૪ વાગ્યે ઉડાન ભરી હતી. આ ટેસ્ટ ૧ કલાક ૩ મિનિટનો હતો. આ ટેસ્ટની સફળતા સ્પેસએક્સ અને નાસા બંને માટે અત્યંત જરૂરી હતી. આગળના વર્ષે નાસાનું મૂન લેન્ડિંગ આના પર ર્નિભર છે.
સ્પેસએક્સના પ્રવક્તા ડેન હુઓટે લાઇવ સ્ટ્રીમ દરમિયાન જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે અમે આખી સ્ટારશિપને સુરક્ષિત રીતે પાણીમાં ઉતારી છે. લેન્ડિંગ દરમિયાન સ્ટારશિપ તેની ‘બેલી-ફ્લોપ‘ સ્થિતિમાંથી સીધી થઈ અને પાણી પર લંબરૂપ ઉતરી. ત્યારબાદ તે ધીમે ધીમે એક તરફ ઝૂકીને સમુદ્રમાં તરવા લાગી.આ મિશનમાં સ્ટારશિપે પહેલીવાર નવા વર્ઝનના ૨૦ સ્ટારલિંક ફ૩ સેટેલાઇટ્સને અવકાશમાં તૈનાત કર્યા. સ્પેસએક્સે પુષ્ટિ કરી કે તેણે તમામ ૨૦ ટેસ્ટ સેટેલાઇટ્સ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો છે.આ સેટેલાઇટ્સ સબઓર્બિટલ ટ્રેજેક્ટરી પર હતા અને તેમને કાયમી ધોરણે અવકાશમાં રહેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા ન હતા.