લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુલાઈ 2026 |
2574
ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના લોકોની કાર અનિયંત્રિત થઈ ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ ૬ લોકો સવાર હતા, જેમાંથી ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૨ લોકોને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જાેરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ખેડા નાયબ કલેક્ટર સુરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની વિગત: રાજ સંજયભાઈ રાઠોડ - ઉંમર ૨૬, રહે.અમદાવાદ વિરેન્દ્રસિંહ શેખાવત - ઉંમર ૨૬ રહે.મૂળ રાજસ્થાન સીકર, હાલમાં ઝ્ર્સ્ અમદાવાદ મુસ્તકીમ રાજપુત - ઉંમર ૧૯, રહે. રખિયાલ, અમદાવાદ મયુર મહેશભાઈ પંચાલ - ઉંમર ૩૪, રહે. ન્યુ મણીનગર, અમદાવાદ આ ૨ લોકોનો બચાવ થયો હતો જયારે ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ - ઉંમર ૨૮, રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ મુકેશ જીવન ચૌહાણ - ઉંમર ૩૨, રહે. રહે. હાટકેશ્વર અમરાઈવાડી, અમદાવાદ ૪ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આખરે કુલ ૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીને
પ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચેલા ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ અર્ટિકા કાર એક તીવ્ર વળાંકને કારણે અનિયંત્રિત થઈ પલટીને ગરનાળામાં ખાબકી હતી હતી.કારમાં આગળ જે બે લોકો સવાર હતા એ બહાર નીકળી ગયા, પણ પાછળની સીટમાં બેસેલા લોકો નીકળી ન શક્યા અને તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.