/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગુજરાતમાં એપ્રિલ-જૂનમાં હાઉસીંગ લોન ધીરાણમાં 47% ઘટાડો

અમદાવાદ-

લોકડાઉનના કારણે 30 જૂન, 2020એ પુરા થતાં ત્રિમાસિક ગાળામાં હાઉસીંગ લોનની નવી વહેંચણીને ફટકો પડયો હતો. રાજયકક્ષાની સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટીના છેલ્લા રિપોર્ટ મુજબ લોનની નવી વહેંચણીમાં 2019-20ના પ્રથમ કવાર્ટર સામે 47.2%નો ઘટાડો નોંધાયો હતો. 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.4351 કરોડની લોન અપાઈ હતી, જે ચાલુ વર્ષે સમાન ગાળામાં માત્ર 2298 કરોડ સુધી ઘટી હતી.

ઉદ્યોગ સામે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ લોકડાઉનમાં રિઅલ એસ્ટેટને ફટકો પડયો તેનું પ્રતિબંધ લોન ડિસબર્સલમાં જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉનમાં લોકો ઘર બહાર નીકળી શકતા નહોતા અને ડેવલપરોની રજીસ્ટર્ડ ઓફીસો બંધ હતી. એવી જ રીતે ક્ધસ્ટ્રકશન સાઈટસ પણ બંધ હતી. એ ઉપરાંત માંગમાં ઘટાડાથી લોન વિતરણને અસર થઈ હતી. 

વાસ્તવમાં ગુજરાતમાં પ્રથમ કવાર્ટરમાં હાઉસીંગ લોનનું ધિરાણ આગલા વર્ષની સરખામણીએ 23.55% વધી રૂા.89,818 કરોડ થયું હતું. રિઅલ એસ્ટેટ ક્ધસલ્ટન્સી ફર્મ નાઈટ ફેંક ઈન્ડીયાના રિપોર્ટ મુજબ એકલા અમદાવાદમાં મકાનોનું વેચાણ 94% ઘટયું હતું. એ જ રીતે નવા પ્રોજેકટ લોન્ચીંગ પણ 68% ઘટયા હતા. 

હાલના કેલેન્ડર વર્ષના બીજા કવાર્ટરમાં પણ અમદાવાદમાં માત્ર 252 મકાનો વેચાયા હતા. એ સામે 2019ના સમાન ગાળામાં 3987 યુનીટ વેચાયા હતા. જાન્યુઆરી-જૂન 2020માં મકાનોનું વેચાણ 69% ઘટી 2520 યુનિટ રહ્યું હતું. ગત વર્ષે સમાનગાળામાં 8212 મકાનો વેચાયા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution