ન્યૂ દિલ્હી

વિશ્વના સૌથી મોટા રોકાણકારોમાંના એક વોરન બફેટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપ્યું છે. બફેટે કહ્યું "મારા લક્ષ્યો ૧૦૦ ટકા ફાઉન્ડેશનના લક્ષ્યોની સાથે છે. રાજીનામું આપવાની સાથે બુધવારે તેમણે બર્કશાયર હેથવેના લગભગ ૩૦ હજાર કરોડ ( ૪.૧ અબજ ડોલર) ના શેર ટ્રસ્ટને આપવાની પણ જાહેરાત કરી છે. બફેટે (૯૦) છેલ્લા ૧૫ વર્ષમાં તેમની સંપત્તિના ૨૭ અબજ ડોલરથી વધુ ફાળો દાન આપ્યું છે. તે બિલ અને મેલિન્ડા ગેટ્‌સ સાથે ફાઉન્ડેશનના ત્રણ સભ્યોના બોર્ડમાં હતા.

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક સુઝમેને ગયા મહિને કર્મચારીઓને જણાવ્યું હતું કે તે લાંબા ગાળે ફાઉન્ડેશનને મજબૂત બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.

ફાઉન્ડેશનના વિશાળ કદ હોવા છતાં તેમાં ફક્ત ત્રણ ટ્રસ્ટીઓ હતા. તેની તુલનામાં માત્ર ૨૦ ટકા કદવાળી ગેટ્‌સ ફાઉન્ડેશન બોર્ડમાં ૧૫ સભ્યો છે. સુઝમેને કહ્યું કે બિલ અને મેલિન્ડા ગેટ્‌સે ફાઉન્ડેશન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચારિત કરી છે.

બફેટ અને બિલ ગેટ્‌સ ઘણા લાંબા સમયથી મિત્રો છે. ગેટ્‌સે અગાઉ બર્કશાયરના બોર્ડમાં સેવા આપી છે. ગેટ્‌સે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે બર્કશાયર બોર્ડમાંથી પદ છોડશે. બર્કશાયરના સીઇઓ બફેટે ૨૦૦૬ માં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશનને તેમની સંપત્તિનો મોટો હિસ્સો દાન આપવાનું નક્કી કર્યું કારણ કે તેઓ માને છે કે ફાઉન્ડેશન સારું કરી રહ્યું છે.