દિલ્હી-

સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની દેવાળિયા કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલ દ્વારા સ્પેક્ટ્રમ વેચવા મામલે સરકારને સવાલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જાે આ કંપનીઓ તેમની બધી જ સંપત્તિ વેચી નાંખે છે તો પછી તમારે બાકીની રકમ કેવીરીત વસૂલશો? સુપ્રીમ કોર્ટે આ ર્નિણય પર આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે આખરે આ કંપનીઓ પાસેથી 43,000 કરોડ રૂપિયા વસૂલ કરવાનો પ્લાન શું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પણી બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલના રિઝેલ્યુશન પ્લાનમાં ફેરફાર જાેવા મળી શકે છે.

જસ્ટિલ અરુણ મિશ્રાના અધ્યક્ષતા વાળી બેંચે જણાવ્યું કે, આખરે ન્યાય માટે સરકાર તત્પરતા કેમ દેખાડી રહી નથી. આખરે કેસ ક્્યાં અટક્્યો છે. બેંચમાં સામેલ જસ્ટિસ એમ.આર. શાહે જણાવ્યું કે, જાે તમે વહેલી તકે અપીલ નહીં કરો તો પછી સ્પેક્ટ્રમના વેચાણની કેવીરીતે રોકી શકશો. જાે સ્પેક્ટ્રમ વેચાઈ જશે તો પછી તમે શું કરશો. હકીકતમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ અને નેશનલ કંપની લો અપીલેટ ટ્રીબ્યૂનલમાં સંપત્તિ વેચવા માટે અપીલ દાખલ કરવામાં આવી છે જેના પર સુનાવણીની રાહ જાેવા રહી છે.

અનિલ અંબાણીની કંપની આરકોમ અને એરસેલે જણાવ્યું છે કે, સ્પેક્ટ્ર તેમની મુખ્ય સંપત્તિ છે અને જાે તેઓ તેને નહીં વેચે તો મોનેટાઈઝેશન પ્લાન ફેલ થઈ જશે. સોલિસિટર જનરલે આની વિરુદ્ધ દલીલ કરી હતી કે સ્પેક્ટ્રમ રાષ્ટ્રીય સંપત્તિ છે તેની વેચી શકાય નહીં.