મુંબઈ-

મંગળવારે ફ્રેંકલીન ટેમ્પલ્ટનની જૂદી જૂદી 6 સ્કીમોમાં લોકોના નાણાં ફસાયા છે એ બાબતે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યા બાદ દેશભરમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારો સજાગ બની ગયા છે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓના મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરતાં પહેલા ઈન્વેસ્ટરો વિચાર જરૂર કરશે.

અન્ય એક અરજમાં ચેન્નાઈ ફાઈનાન્સિયલ માર્કેટ્સ એન્ડ અકાઉન્ટેબિલીટી સીએફએમએ સંસ્થાએ ફ્રેંકલીન ટેમ્પલ્ટનના રોકાણકારોને બચાવવા વિનંતી કરી હતી. ઉપરાંત આ સંસ્થાએ એવી પણ વિનંતી કરી છે કે, હવે બીજી 10 જેટલી કંપનીઓ પણ ફ્રેંકલીનના માર્ગે આગળ ધપી રહી છે અને તેઓ સુપ્રીમના ચૂકાદાની રાહ જૂએ છે. એક અંદાજ મુજબ, જો આ કંપનીઓ પણ પોતાની મ્યુચ્યુઅલ ફંડને લગતી સ્કીમો બંધ કરશે તો રોકાણકારોના 15 લાખ કરોડથી વધારે રૂપિયાનું ધોવાણ થશે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા આ પ્રકારના ત્રણ કરોડ લોકો હોવાનું અનુમાન છે. આ દસ કંપનીઓ પોતાનું નુકસાન યુનિટધારકોના માથે નાંખવાની તૈયારી કરી રહી છે, એમ સંસ્થાએ જણાવ્યું છે.