મુંબઈ

નાણાકીય વર્ષ ૨૦૨૨ ના પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો ૩૧.૯% વધીને ૧,૬૪૨ કરોડ રૂપિયા રહ્યો છે. પાછલા વર્ષના પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો ૧૨૪૪.૪ કરોડ રૂપિયા પર રહ્યા હતો. પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજ આવક ૫.૮% વધીને ૩૯૪૧.૬ કરોડ રૂપિયા પર રહી છે. ગયા વર્ષની પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજની આવક ૩૭૨૪ કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૉસ એનપીએ ૩.૨૫% વધીને ૩.૫૬% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના નેટ એનપીએ ૧.૨૧% થી વધીને ૧.૨૮% રહ્યા છે. રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૉસ એનપીએ ૭૪૨૫ કરોડ રૂપિયાથી વઘીને ૭૯૩૨ કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના નેટ એનપીએ ૨૭૦૫ કરોડ રૂપિયાથી વધીને ૨૭૯૨ કરોડ રૂપિયા રહ્યા છે.