અરવલ્લી-

જિલ્લામાં ખેડૂતોએ તરબુચની વાવણી કરી હતી. જોકે તરબુ તૈયાર થયા બાદ તેને વેચવાનો સમય થતા જ તરબુચના ભાવ ગગડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘાટ કરતા ગડામણ મોંઘી પડે તેવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો ઉભો પાક પશુઓને ખવડાવી દીધો હતો. દર વર્ષેની જેમ આ વર્ષે પણ અરવલ્લીના ખેડૂતોએ તરબુચની વાવણી સારી આવકની આશાએ કરી હતી. જોકે કોરોના વાઇરસને લઇને સરકારે લગ્નમાં સિમીત લોકોની ઉપસ્થિતીનો નિયમ બનાવ્યો હોવાથી મોટાભાગ જમણવાર રદ થયા છે. જેના પરિણામે તરબુચની બજાર માગ જ નથી. લગ્નોના જમણવારમાં તરબુચનો ઉપયોગ જ્યુસ તેમજ સલાડમાં થાય છે. તરબુચનો ભાવ જે મણે રૂપિયા 140 ની આસપાસ ચાલતો હતો. તે હાલ 20 થી 30 રૂપિયા ચાલી રહ્યો છે. જે ભાવમાં લણણી ખર્ચ પણ ન નિકળે શકે તે ભાવમાં તરબુચ વેચવા કરતા તો ખેડૂતોએ તરબુચ પશુઓને ખવાડાવી દેવાનું મુનાસીબ માન્યુ છે.