કેમિકલયુક્ત પાણીથી ૭ પશુના મોત,૧૫ ગંભીર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ઓગ્સ્ટ 2026  |   2178

આણંદ જિલ્લામાં પ્રદૂષણે માઝા મૂકી છે. ખંભાતના વૈણજ-આખોલના દરિયાઈ ભાઠા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી અને ઝેરી અસરના કારણે અચાનક ૭ પશુઓનાં મોત નીપજતાં પશુપાલકોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. અગાઉ ગત વર્ષે જુલાઈમાં પણ આ જ વિસ્તારમાં ૧૩ પશુઓનાં મોત થયાં હતાં, ત્યારે એક વર્ષ બાદ પુન: આ ઘટનાનું પુનરાવર્તન થતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ વટાદરા અને વત્રા સીમ વિસ્તારમાં ૨૦૦ જેટલા બબ્લર પક્ષીઓના પણ રહસ્યમય સંજાેગોમાં મોત થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ય્ઁઝ્રમ્) હરકતમાં આવ્યું છે. દિવ્યભાસ્કરની ટીમ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી હતી અને સ્થિતિની ગંભીરતા ચકાસી હતી. અહીં ભેંસોનો મોત થયા તેવા વિસ્તારમાં પાણીના સેમ્પલ જીપીસીબીએ લીધા છે. ખંભાત ગ્રામ્ય હદ વિસ્તારના વૈણજ-આખોલના ભાઠા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ૫ ભેંસો, પિન્ટુભાઈ કમાભાઈ ભરવાડના વાડામાં ૧ ભેંસ અને વલ્લુભાઈ હરિભાઈ ભરવાડના વાડામાં ૧ ભેંસ સહિત કુલ ૭ પશુઓનાં કેમિકલની અસરથી મોત થયાં છે.હાલ ૧૫ જેટલા અન્ય પશુઓ ગંભીર બીમારીની અવસ્થામાં છે. કેમિકલયુક્ત પાણી કે ખોરાકની અસરથી પશુઓના પેટમાં ઝેર ફેલાય છે, જેના કારણે પશુઓની ચામડી ઉખડી જવાની શરૂઆત થાય છે અને અંતે પશુ મોતને ભેટે છે. સોખડા અને દહેડા, પાંદડ, વડગામ, તડાતળાવ વિસ્તારમાં ૩૫ જેટલી કંપનીઓ આવેલી છે.જેમાં મોટાભાગની ૨૫ જેટલી કેમિકલ કંપનીઓ છે.આ ઉપરાંત વૈણજ, નવી આખોલ, વડગામ, નવાગામબારા સહીતના દરિયાઈ ભાઠા વિસ્તારમાં ૨૦૦થી વધુ ઝીંગા-મત્સ્ય તળાવો આવેલા છે. ઉપરાંત કેમિકલ કંપનીઓ ભૂગર્ભમાં પાઈપલાઈન મારફતે દરિયામાં વેસ્ટેજ કેમિકલ પાણી ઠલવાતા હોવાનું જાણવા મળ્યું છે. પશુપાલકો દ્વારા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે જાણવાજાેગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા બીમાર પશુઓની સારવાર હાથ ધરવામાં આવી છે, તેમજ મૃત પશુઓનું પેનલ ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરી સેમ્પલ હ્લજીન્માં મોકલી આપવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution