/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

૫ંચમહાલમાં જીબીએસ સિન્ડ્રોમના ૭ કેસ ઃ૩ના શંકાસ્પદ મોત

ગોધરા/વડોદરા. તા.૨૨

કોરોનાનો કહેર હજુ શમ્યો નથી ત્યા તો પંચમહાલ જિલ્લામાં જીબીએસ સિન્ડ્રોમના સાત કેસ નોંધાવા સાથે ત્રણ શંકાસ્પદ મોત થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય તંત્ર પણ દોડતુ થઈ ગયું છે. અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. પંચમહાલ જિલ્લામાં મળી આવેલા સાત કેસોમાં ૬ બાળકોનો સમાવેશ થાય છે. જીબીએસ સિન્ડ્રોમ ધરાવતા મોટાભાગના દર્દીઓને સારવાર માટે વડોદરાની એસએસજી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જીબીએસ સિન્ડ્રોમના કેસોને નાથવા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોરોના ના કેસો ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે બીજી તરફ બેવડી ઋતુની અસરો વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધતાં તાવ અને શરદીના દર્દીઓનો વધારો જાેવા મળી રહે છે. તેવામાં જીબીએસ સિન્ડ્રોમના ગોધરા અને શહેરામાં થી સાત કેસો મળી આવતા અસરગ્રસ્ત વિસ્તાર ના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે.આ સાત કેસો પૈકી છ કેસમાં બાળકો નો સમાવેશ થાય છે જે દરમિયાન ત્રણના શંકાસ્પદ માોત થયા હોવાનુ ર્ચર્ચાઈ રહ્યું છે.જેને લઈ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી હતી

ગોધરા અને શહેરામાં ગુલેન બારીન સિન્ડ્રોમના કેસ મળી આવતાં ફફડાટનો માહોલ ઉભો થયો છે.આરોગ્ય વિભાગને પણ સાત દર્દીઓને અસર થઈ હોવાની પુષ્ટિ કરતાં હાલ સર્વેલન્સ અને સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. જાેકે ગોધરાના છ અને શહેરાનો એક અસરગ્રસ્ત હોવાની જાણકારી મળી રહી છે.અસરગ્રસ્તો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે.વાયરલ માનવામાં આવતા ગુલેન બારીન સિન્ડ્રોમ ય્મ્જીનો પંચમહાલ જિલ્લામાં પગ પેસારો થયો છે.પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે તેમજ શહેરાના ધારાપુર માં મળી કુલ સાત દર્દીઓ આ સિન્ડ્રોમનો ભોગ બની ચુક્યા છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે સિન્ડ્રોમ ના કેસો મળી આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને સેમ્પલ લેવાની કામગીરી શરૂ છે.શહેરીજનો એ કોરોના કેસ ઘટતાં માંડ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ બેવડી ઋતુની અસરો વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધતાં તાવ અને શરદીના દર્દીઓનો વધારો જાેવા મળી રહે છે. ત્યાં જ જવલ્લે જાેવા મળતો જીબીએસ સિન્ડ્રોમ દેખા દેતા અસરગ્રસ્તના વિસ્તારમાં રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સિન્ડ્રોમ અંગે અનેક તર્કવિતર્કો થવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે જરૂરી પગલા ભરવા માટે માંગ ઉઠી હતી.

જીબીએસ સિન્ડ્રોમ એ એક વાયરલ છે

આરોગ્ય વિભાગના અધિકારી બી.કે .પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું જીબીએસ સિન્ડ્રોમ એક વાયરલ છે ગત વર્ષે ૧૭ કેસ મળી આવ્યા હતા અને આ વખતે સાત કેસ મળી આવ્યા છે જેમાં દર્દીના પગમાં કમજાેરી આવવા સાથે શરીરમાં ધીમે ધીમે અસર કરે છે.બાળકો સહિતના લપેટમાં આવી શકે છે પગમાં લુલવાટો આવી ગયો હોય એવી અસર બાદ હાથ અને શરીરના અન્ય ભાગમાં સપ્તાહ સુધીમાં પ્રસરી ત્યારબાદ રિક્વરી આવે છે.જાે ઝડપી નિદાન ન થાય અને રિકવરી ન આવે તો અસરગ્રસ્તનું મૃત્યુ પણ થઈ શકે છે.

ગુલેન બારીન સિન્ડ્રોમની સારવારનાં આઈવીઆઈજી ઈન્જેકશનોની માર્કેટમાં અછત

હોસ્પિટલ માહિતગાર સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર ગુલેન બારીન સિન્ડ્રોમનાની સારવારમાં વપરાતા ઈન્જેકશનનો કોરોનાની સારવાર ડ્રગ્સ શિડયુલમાં આવતા હોવાની અત્યંત મોંધા હોવાથી માર્કેટમાં અછત જાેવા મળી રહી છે. આ ટ્રીટમેન્ટમાં વપરાતાં ઈન્જેકશનનો આઈવીઆઈજીની બજાર કિંમત રૂપિયા ૧૬ હજાર હોવાથી સરકારનો સપ્લાય પણ ઓછો હોવાનું જાણવા મળ્યુ છે. એટલુ જ નહીં જરૂરીયાત પ્રમાણે સ્ટોક આવતો ન હોવાથી આ ઈન્જેકશનોની અછત વર્તાય રહી છે. સરકારી હોસ્પિટલમાં પણ આ ઈન્જેકશનોના સપ્લાય ઓછો હોવાનું જાણવા મળ્યુ છે. જાેકે આ સંદર્ભે સુપરિટેન્ડન્ટ દ્વારા પત્ર લખીને ધ્યાન દોર્યુ હોવાનં જાણાવ મળ્યુ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution