રાજકોટ, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ પાટીદાર મુખ્યમંત્રી બનતા ગઇકાલે પાટીદાર સમાજના અગ્રણીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે ગયા હતા અને તેમાં સમાજ ઉપયોગી ચર્ચા થઇ હતી. ગાંધીનગર સચિવાલય ખાતે નવનિયુક્ત મા.મુખ્યપ્રઘાન ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામા લેઉવા-કડવા પાટીદાર અગ્રણીઓ, ધાર્મીક સંસ્થાના અગ્રણીઓ, શૈક્ષણીક સંસ્થાના અગ્રણીઓ વચ્ચે બેઠક થઇ હતી.જેમા સમાજના વિવિધ ક્ષેત્રો ઉપર વિચાર વિમર્શ કરવામા આવ્યો હતો. બેઠકમા ઉપસ્થીત લેઉવા-પાટીદાર અગ્રણીઓમા નરેશભાઇ પટેલ (ચેરમેન ખોડલધામ ટ્રસ્ટ), રમેશભાઇ ટીલાળા (ટ્રસ્ટી-ખોડલઘામ), દિનેશભાઇ કુંભાણી(ટ્રસ્ટીશ્રી-ખોડલધામ), ચિમનભાઇ હાપલીયા (ટ્રસ્ટી- ખોડલઘામ) કડવા પાટીદાર અગ્રણીઓમા મણીભાઇ પટેલ-મમ્મી (ચેરમેન ઉંઝા ઉમિયાઘામ) તેમજ બાબુભાઇ પટેલ, દિલીપભાઇ પટેલ, જયરામભાઇ પટેલ (ચેરમેન સીદસર મંદીર, સોલા ઉમિયા કેમ્પસથી વાસુદેવભાઇ પટેલ, રમેશભાઇ દુધવાળા, મહેન્દ્રભાઇ પટેલ, સી.કે પટેલ. , ચીમનભાઇ સાપરીયા (પૂર્વ મંત્રી-સરકાર), ચેતનભાઇ રામાણી (અગ્રણી -પ્રદેશ ભાજપ) વિગેરે રાજદ્રારી અગ્રણીઓ પર બેઠકમા હાજર રહ્યા હતા.