/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ટેલીવુડ ડ્રગ્સમાં વધુ 8 નામનો ખુલાસો, સારા-અંગદને NCBનું સમન મળશે

મુંબઇ 

કોરિયોગ્રાફર-એક્ટર સનમ જોહર તથા તેની પાર્ટનર અબીગેલ પાંડેની ડ્રગ્સ કેસમાં NCBએ પૂછપરછ કરી હતી. ડ્રગ પેડલર કરમજીત તથા અનુજ કેશવાનીની પૂછપરછ બાદ આ બંનેના નામ સામે આવ્યા હતા. હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ જોવા મળ્યો હતો. આગામી દિવસમાં ટીવી ઈન્ડસ્ટ્રીના આઠ જાણીતા નામો ડ્રગ્સ કેસમાં સામે આવશે, જેમાં A તથા B ગ્રેડના ટીવી કલાકારો સામેલ છે.

 ટીવી એક્ટ્રેસ સારા ખાનનું પણ નામ આમાં સામેલ છે. સારા છેલ્લાં 15 વર્ષથી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તેણે ટીવી શો તથા રિયાલિટી શોમાં કામ કર્યું છે. તેણે વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે. તે પોતાના અંગત જીવન તથા બોલ્ડનેસને કારણે જાણીતી છે. તે ઘણાં જ વિવાદોમાં આવી ચૂકી છે. સારા ખાનનો નિકટનો મિત્ર તથા એક્ટર અંગદ હસીજા પણ ડ્રગ્સ કેસમાં ફસાઈ શકે છે. આ બંનેના નામ અબીગેલની પૂછપરછમાં સામે આવ્યા છે.

અંગદે ડ્રગ્સમાં પોતાની કોઈ સંડોવણી હોવાનો ઈનકાર કર્યો હતો. અંગદે કહ્યું હતું, 'આ કેસમાં મારું નામ આવ્યું તે જાણીને મને આઘાત લાગ્યો છે. આ વાત કોઈ રીતે સાચી નથી અને મને કંઈ જ ખબર નથી. મને ખ્યાલ નથી. હવે તો દરેક લોકો ગમે તેમ બોલી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અબીગેલ તથા સનમના જુહૂ સ્થિત ઘરમાં NCBએ દરોડા પાડ્યા હતા અને તેમને થોડી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution