મુંબઇ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવુડના ચર્ચામાં રહેતા લવબર્ડ્સ છે. 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પર પ્રેમમાં પડેલા રણબીર અને આલિયા અવારનવાર સાથે જોવા મળે છે. શૂટિંગ ઉપરાંત કપલ એકબીજાના ઘરે આવતું જતું કે ડેટ પર જતું જોવા મળે છે. જો કે, હાલ તો રણબીર કપૂર કોરોના પોઝિટિવ હોવાથી હોમ ક્વોરન્ટીન થયેલો છે. પોતાના પ્રેમીને 14 દિવસ સુધી ના મળી શકવાનું દુઃખ આલિયાને સતાવી રહ્યું છે.


હાલમાં જ આલિયાએ સોશિયલ મીડિયા પર રણબીર સાથેની જૂની તસવીર શેર કરી છે. જેમાં બંનેએ એકબીજાનો હાથ પકડ્યો છે. આ તસવીર શેર કરતાં 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની એક્ટ્રેસે લખ્યું, "મેજર મિસિંગ ♾