લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, સપ્ટેમ્બર 2026 |
2673
અમેરિકામાં રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવા માગતાં ભારતીયોને ઝટકો લાગ્યો છે.USCIS એ EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામની વિવિધ ફીમાં ૩૦ નવેમ્બર ૨૦૨૬થી ભારે વધારો કર્યો છે.I-526E ફોર્મની ફી $3,675 થી વધીને $7,850 થઈ છે, જ્યારે I-829 ની ફી $3,750 થી $5,000 થઈ છે. આ વધારાથી ભારતીય રોકાણકારોનો કુલ ઇમિગ્રેશન ખર્ચ નોંધપાત્ર રીતે વધશે.
અમેરિકામાં રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાની યોજના બનાવી રહેલા ભારતીયોને ઝટકો લાગશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ એ ઈમ્-૫ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામની અનેક ફીમાં ભારે વધારાને મંજૂરી આપી દીધી છે. નવા નિયમો ૩૦ નવેમ્બર ૨૦૨૬ થી લાગુ થઈ ગયા છે. તેનાથી અમેરિકામાં રોકાણ કરીને કાયમી નિવાસ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય ઉદ્યોગસાહસિકો અને પરિવારોનો ખર્ચ વધી ગયો છે. ઈમ્-૫ પ્રોગ્રામ હેઠળ એકલા રોકાણ કરનારા અરજદારો માટે ફોર્મI-526Eની ફી ૩,૬૭૫ ડોલરથી વધીને ૭,૬૧૫ ડોલર થઈ ગઈ છે. ત્યાં જ, રીજનલ સેન્ટર દ્વારા રોકાણ કરનારા લોકોના ફોર્મI-526Eની ફી ૩,૬૭૫ ડોલરથી વધીને ૭,૮૫૦ ડોલર થઈ ગઈ છે. આ પ્રારંભિક અરજીઓ પર ૭૫ ડોલરની ટેક્નોલોજી ફી પણ લગાવવામાં આવી છે. ગ્રીન કાર્ડ પર લાગેલી શરતોને હટાવવા માટે દાખલ કરવામાં આવતા ફોર્મI-829ની ફી પણ ૩,૭૫૦ ડોલરથી વધીને ૫,૦૦૦ ડોલર થઈ ગઈ છે. નવા નિયમોમાં રીજનલ સેન્ટર્સ સાથે જાેડાયેલી ફીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. Form I-956 દ્વારા રિજનલ સેન્ટરની માન્યતા લેવાની ફી ૧૭,૭૯૫ ડોલરથી વધીને ૪૪,૧૧૫ ડોલર થઈ છે. ફોર્મI-956Fની ફી વધીને ૪૨,૬૭૫ ડોલર થઈ ગઈ છે.USCISના જણાવ્યા અનુસાર, EB-5દ્વારા વિદેશી રોકાણકારો અમેરિકામાં પ્રોજેક્ટમાં રોકાણ કરીને કે ૧૦ નોકરીઓ ઊભી કરીને કાયમી નિવાસ માટે પાત્ર બની શકે છે. હાલના નિયમો હેઠળ સામાન્ય રોકાણની લઘુત્તમ રકમ ૧૦.૫ લાખ ડોલર, જ્યારે લક્ષિત રોજગાર ક્ષેત્ર અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ૮ લાખ ડોલર છે.