/
સ્થાનિક ચૂંટણીની તૈયારી માટે નસવાડીમાં ભાજપ સંકલન સમિતિની બેઠક યોજાઇ

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની ભ્રુહદ સંકલન સમિતિ અને સંકલન સમિતિ ની બેઠક એકલવ્ય તીરંદાજી એકેડમી પર રાખવામાં આવી હતી.આ સંકલન સમિતિ ની બેઠકમાં પ્રદેશમાંથી નિયુક્ત થયેલા જિલ્લા ઇન્ચાર્જ હર્ષદભાઈ વસાવા.ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી. જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસ્મીકાંત ભાઈ વસાવા.મહામંત્રી વિરેન્દ્રસિંહ રાજ.નસવાડી તાલુકાના ઇન્ચાર્જ પ્રભારી ઉમેશભાઈ રાઠવા. સહ ઇન્ચાર્જ. જિલ્લાના ઉપપ્રમુખ રાજેશકુમાર જગત નારાયણ જયસ્વાલ.ઉર્ફે બબલુ ભાઈ જયસ્વાલ.જિલ્લાના મંત્રી સેવિબેન દિનેશભાઈ તીરંદાજ અને તાલુકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.સાથે તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓ.મહામંત્રી.વિવિધ મોરચાના પદાધિકારી.જિલ્લાના પદાધિકારીઓ.વિવિધ સેલના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.આજની જે બેઠક કરવામાં આવી તેનો મુખ્ય ઉદ્દેશ આવનારા સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું માઇક્રો પ્લાનિંગ અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની જેટલી પણ કામગીરી છે.તેની માઇક્રો પ્લાનિંગ સાથેની ચર્ચા કરવામાં આવી હતી. પોતાની જવાબદારી કઈ રીતે નિભાવવી તે કાર્યકર્તાઓને સમજ આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution