પાંચ વાહન વચ્ચે ભયંકર અકસ્માત ઇકો કાર ચગદાઈ જતા અંદર ફસાયેલ દંપતીનું સ્થળ પર મોત
03, ઓગ્સ્ટ 2024 297   |  

વડોદરા હાલોલ હાઇવે ઉપર શનિવારે જરોદ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાંચ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઇકો કારમાં જઇ રહેલા દંપતીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

વડોદરા હાલોલ હાઇવે પર જરોદ ત્રણ રસ્તા પાસે આજે સવારે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડપર જતી બે ટ્રક સામાન ભરેલી રોડ પર પલટી મારતા તેના નીચે ચાર વાહનો દબાયા હતા.જેમાં ઇકોમાં સવાર પતિ-પત્નીના ચગદાઈ જવાના કારણે ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.આજે ગોજારો શનિવાર જરોદ માટે બન્યો હતો. સવારે જરોદ ગામ પાસે ત્રણ રસ્તા નજીક વડોદરા હાલોલ રોડપર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.

વડોદરા હાલોલ હાઇવે પર રોડ પર બે સામાન ભરેલી ટ્રક વચ્ચે ટકર સર્જાતા બંને ટ્રક રોડ પર પલટી ખાતા અન્ય ત્રણ વાહનો ટ્રક પલટી મારતા અડફેટે આવતા ટ્રક નીચે દબાયા હતા, જેમાં સૌથી વધુ નુકસાન ઇકોકારને થયું હતું. અકસ્માતમાં ઇકોના ભુક્કા બોલાઈ ગયા હતા. ઇકો કારમાં કારચાલક નરેશભાઈ ભીમાભાઇ ડોડિયા (૩૫) તથા તેમના પત્ની ધર્મિષ્ઠાબેન નરેશભાઈ ડોડિયા(૩૦) એમપી હાઈસ્કૂલની સામે, મનીનગરી, જરોદનું ચકદાઈ જવાના કારણે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે વડોદરા હાલોલ રોડ પર ચાર કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના ઘટનાની જાણ જરોદ પોલીસને થતા વડોદરા ફાયર વિભાગ સહિત સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. અન્ય વાહનનોમાં સવાર ચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલ મોકલાયા હતા. ટ્રક, હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઈક્કો, રિક્ષા અને કાર અકસ્માતનો ભોગ બન્યા હતા.

અકસ્માતના સ્થળે દંપતીનુ મોત અરેરાટી ઉપજાવે તેવા દ્રશ્યો જાેતા ભલાભલાના શરીરમાંથી કંપારી છૂટી જતા ગમગીની પથરાઈ હતી. ટ્રાફિકજામ થતા અકસ્માત થયેલા વાહનોને રોડ પરથી દૂર કરવા માટે હાઈડ્રો તથા જેસીબી મશીન બોલાવવામાં આવ્યા છે. અકસ્માતના પગલે વડોદરા હાલલ રોડ બંઘ કરી ડાયવર્ટ કરાયો હતો.

કિયા કારમાં સવાર ૬ લોકોનો આબાદ બચાવ

કિયા ગાડીની એરબેગ ખૂલી જતાં ૬ લોકોનો આબાદ બચાવ થયો હતો, ઇકો કારમાં સવાર દંપતીનું મોત થયું હતું.

બે ટ્રક પલટી ત્રણ વાહન પર પડી

અકસ્માતમાં સામાન ભરેલી બે લોડિંગ ટ્રકો વચ્ચે ટક્કર થતાં બંને ટ્રક પલટી ખાઈ ગઇ હતી. જેની નીચે જ ત્રણ વાહનો દબાઇ ગયા હતા. જેમાં ઓટોરિક્ષા, ઇકો અને કિયા કારનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution