ટ્રેનમાંથી વૃદ્ધાના હાથમાંથી ૭૦ હજારની મતા ભરેલું પર્સ ઝૂંટવી ગઠિયો ફરાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026  |   1980

અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન ધીમી પડતા જ મુસાફરોને નિશાન બનાવતા ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો હોય તેમ વધુ એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે.’ભગત કી કોઠી - વલસાડ એક્સપ્રેસ‘ ટ્રેનમાં પરિવાર સાથે મુસાફરી કરી રહેલા એક વૃદ્ધાના હાથમાંથી અજાણ્યો શખ્સ પર્સ આંચકીને નાસી છૂટતા રેલવે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા અને કાપડના વેપાર સાથે સંકળાયેલા ૪૬ વર્ષીય મનોજકુમાર મંગીલાલજી શેઠિયાએ આ અંગે અમદાવાદ રેલવે પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તારીખ ૨૨/૦૭/૨૦૨૬ના રોજ મનોજકુમાર તેમના પરિવારના સભ્યો સાથે ટ્રેન નંબર ૨૨૯૨૯ (ભગત કી કોઠી - વલસાડ એક્સપ્રેસ) માં જાેધપુરથી સુરત આવવા માટે રવાના થયા હતા. તેઓ એસી કોચ મ્/૭ ની સીટ નંબર ૦૧ થી ૦૬ પર મુસાફરી કરી રહ્યા હતા.તારીખ ૨૩ જુલાઈના રોજ વહેલી સવારે આશરે ૦૩:૦૦ વાગ્યે જ્યારે ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવવા માટે તેની ગતિ ધીમી પડી, ત્યારે મનોજકુમારના માતા રેશમદેવી પોતાની સીટ પર સૂતા હતા. તેમના હાથમાં લાઈટ પિંક રંગનું લેડીઝ પર્સ રાખેલું હતું. ટ્રેન ધીમી પડતા જ આ તકનો લાભ લઈ એક અજાણ્યો તસ્કર અચાનક ટ્રેનમાં ચઢ્યો હતો અને વૃદ્ધાના હાથમાંથી પર્સ આંચકીને પલકવારમાં ચાલતી ટ્રેને કૂદીને નાસી છૂટ્યો હતો.ચોરાયેલા આ પર્સમાં ૫૫,૦૦૦ની રોકડ રકમ, ૨૦,૦૦૦ અને ૧૫,૦૦૦ની કિંમતના બે કિંમતી મોબાઈલ ફોન તથા અન્ય પરચુરણ સામાન હતો. પોલીસ ચોપડે કુલ ૭૦,૦૦૦ની મતાની ચોરી થઈ હોવાનું નોંધાયું છે. અમદાવાદ રેલવે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution