લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, સપ્ટેમ્બર 2026 |
3168
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટર વિનોદ કાંબલી હાલમાં સોશિયલ મીડિયા પર એક અલગ જ કારણસર ચર્ચાનો વિષય બન્યા છે. તેમનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક વૃદ્ધાશ્રમમાં હોવાનું જાેવા મળે છે. ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીની આ સ્થિતિ જાેઈને અનેક લોકોને મોટો આઘાત લાગ્યો છે અને તેમના સ્વાસ્થ્ય તથા વર્તમાન સ્થિતિને લઈને ચાહકોને ચિંતા થવા લાગી છે. જાેકે વાઇરલ વીડિયોમાં વિનોદ કાંબલી પોતે તે આશ્રમની સુવિધાઓ અને ત્યાંના સરસ વાતાવરણના વખાણ કરતા જાેવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં વિનોદ કાંબલી પોતે વૃદ્ધાશ્રમ વિશે વાત કરતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં વિનોદ કાંબલીએ કહ્યું કે, “હું આ સમયે નિદાનમાં છું. હું કહેવા માગીશ કે અહીંની સુવિધાઓ ખૂબ જ સારી છે.” તેમણે આગળ ત્યાંની વ્યવસ્થાના વખાણ કરતા કહ્યું કે, “અહીં સાફ-સફાઈ અને બાકી બધી બાબતો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. મને અહીં રહેતા ક્યારેય એવું અનુભવાતું નથી કે હું મારા ઘરે નથી. અહીંના લોકો તરફથી મને ખૂબ જ પ્રેમ અને સન્માન મળી રહ્યું છે.”
કાંબલીનો આ વીડિયો સામે આવતા જ ઇન્ટરનેટ પર ક્રિકેટ ફેન્સની ચિંતા ખૂબ વધી ગઈ છે. ઘણા લોકો તેમની આવી હાલત જાેઈને દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.