19, ઓગ્સ્ટ 2025
વડોદરા |
3762 |
પોલીસે પલટી ગયેલી ટામેટા ભરેલી ટ્રકને ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો
વડોદરા સયાજીપુરા સ્થિત એપીએમસી માર્કેટ પાસે અમદાવદ મુંબઈ નેશનલ હાઈવ પર વહેલીસવારે આજે એક અકસ્માત નો બનાવ બન્યો છે જ્યાં એક ટામેટા ભરેલી ટ્રક પલટી ખાઈ હતી.. આ અકસ્માત હાઈવે ઉપર ટ્રાફીક જામની સમસ્યા સર્જાઈ હતી. સુરત થી અમદાવાદ તરફ જઈ રહેલી ટામેટા ભરેલી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે, ટ્રક પલટી ખાઈ જવાની સાથે ટામેટા રોડ પર ફેલાતા ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયો હતા. બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિકને પૂર્વવત કરવા માટે પલ્ટી ખાઈ ગયેલી ટ્રકને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે ટ્રક પલટી જવાની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.