19, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
3168 |
ટેરિફ લાગુ કરવા સંદર્ભમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિને કારણે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વાર્ષિક ધોરણે ૨૧ ટકા વધારો થઈને ૩૩.૫૦ અબજ ડોલર રહી છે. આ ગાળામાં ભારતની માલસામાનની એકંદર નિકાસમાં વાર્ષિક ધોરણે ૩ ટકા વધારો થઈ તે ૧૪૯.૨૦ અબજ ડોલર રહી હોવાનું ગયા સપ્તાહમાં જાહેર થયેલા સરકારી આંકડામાં જણાવાયું હતું.
આ ગાળામાં ભારતની એકંદર નિકાસ ૨૭૭.૬૩ અબજ ડોલર રહી હતી. જેમાં સેવા ક્ષેત્રની નિકાસનો આંક ૧૨૮.૪૩ અબજ ડોલર રહ્યો હતો. ભારતના માલસામાન પર અમેરિકાએ સાત ઓગસ્ટથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરી છે અને બીજી વધારાની ૨૫ ટકા ટેરિફ ૨૭ ઓગસ્ટથી લાગુ કરવા જાહેર કરાયું છે.
ભારતની પ્રથમ ચાર મહિનાની એકંદર નિકાસમાંથી બાવીસ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ છે, પરંતુ વર્તમાન મહિનાથી લાગુ થયેલી ટેરિફને ધ્યાનમાં રાખતા આગળ જતા નિકાસ સામે જોખમ જોવા મળી શકે છે,