19, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
3168 |
નવો ફુટ ઓવરબ્રિજ શરૂ, સ્ટીલ સ્ટ્રક્ચર 88 મીટર લાંબું, 4.3 મીટર પહોળું
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટની કનેક્ટિવિટી વઘારવા માટે એરપોર્ટના ટર્મિનલ-2ને સીધા મેટ્રો લાઈન-3 સાથે જોડતા એક ફુટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરાયું છે. અગાઉ મુસાફરોને લાંબા અંતર સુધી ચાલવું પડતું હતું, જોકે હવે નવો ફુટ ઓવરબ્રિજ બનતા મુસાફરોને રાહત થી છે. આ બ્રિજ લાઇન-3 પરના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને એરપોર્ટ ટર્મિનલ વચ્ચેનું અંતર ઘટી ગયું છે.
અધિકારીઓએ જણાવ્યું કે, જે વિસ્તારમાં ફુટ ઓવરબ્રિજ બનાવાયો છે, તે આસપાસના અન્ય પ્રોજેક્ટ કે સુવિધાને કોઈપણ અડચણો ઉભી કર્યા વગર બનાવાયો છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, આ સ્ટીલ સ્ટ્રક્ચર 88 મીટર લાંબું, 4.3 મીટર પહોળું અને 3 મીટર ઊંચું છે. આ બ્રિજ નિર્માણાધીન મેટ્રો લાઇન 7Aથી 23 મીટર ઉપર બનાવવામાં આવ્યો છે.
આ નવા ફુટ ઓવરબ્રિજથી હવાઈ મુસાફરો માટે ચાલવાનું અંતર 450 મીટરથી ઘટીને માત્ર 118 મીટર થઈ ગયું છે, જેનાથી એરપોર્ટ પર આવવા-જવાનું વધુ સરળ બનશે.