19, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
2772 |
ચાલુ નાણાંકિય વર્ષમાં ઓનલાઈન ગેમિંગ પાછળ અત્યાર સુધી 41,000 કરોડ ખર્ચ
ઓનવાઇન ગેમિંગનો ભારતીયોમાં ભારે ક્રેઝ છે, દર મહિને યુપીઆઈથી દસ હજાર કરોડ કરતાં વધુ રકમ એટલે કે વર્ષે ૧.૨૦ લાખ કરોડથી વધુ રકમ ખર્ચી નાંખે છે. તેમા પણ ચાલુ વર્ષે એટલે કે વર્તમાન નાણાકીય વર્ષમાં તો રૂ. ૪૧,૦૦૦ કરોડથી વધુની રકમ ખર્ચાઈ ચૂકી છે. આ વાત ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંતા નાગેશ્વરરાવે કરી છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા વિવિધ કેટેગરીઓના મર્ચન્ટ્સને કરવામાં આવતા પેમેન્ટનો બ્રેક-અપ પહેલી વખત રજૂ કર્યો તે સમયે મુખ્ય આર્થિક સલાહકારે આ વાત જણાવી હતી. આ આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ચાર મહિનામાં જ યુપીઆઈ દ્વારા ઓનલાઇન ગેમિંગ પેટે પ્રતિ માસ રુ. ૧૦,૦૦૦ કરોડથી વધુ રકમની ચૂકવણી થઈ છે.
આ આંકડો જ બતાવે છે કે ભારતીયો ઓનલાઇન ગેમિંગ પાછળ કેટલા રૂપિયા ખર્ચી રહ્યા છે. આ રકમ પ્રતિ માસ રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધારે એટલે કે વર્ષે રૂ. ૧.૨૦ લાખ કરોડથી પણ વધી જાય છે. આ આંકડો ફક્ત યુપીઆઈ દ્વારા થતી જ ચૂકવણીનો છે.