ન્યૂયોર્કમાં દેખાવકારો પર મહિલાની કાર ધસી ગઇ, સંખ્યાબંધ લોકોને ઇજા થઇ
12, ડિસેમ્બર 2020 1287   |  

ન્યુયોર્ક-

શુક્રવારે બપોરે ન્યૂયોર્કના મેનહટ્ટન વિસ્તારમાં દેખાવો કરી રહેલા એક ટોળા પર અચાનક એક કાર ધસી આવી હતી અને ડઝનબંધ લોકોને ઇઝા પહોંચાડી હતી. આ કાર એક મહિલા ચલાવી રહી હતી.

આ બીએમડબલ્યૂ કારે પચાસ વ્યક્તિને ઇજા પહોંચાડી હતી એેવો એક અહેવાલ હતો. પોલીસે કાર ચાલક મહિલાની ધરપકડ કરી હતી અને એની પૂછપરછ ચાલુ હતી. પોલીસ એ પણ તપાસ કરી રહી હતી કે આ મહિલા શરાબના કે બીજા કોઇ નશામાં તો નહોતી ને.

એક અહેવાલ મુજબ છ જણને હૉસ્પિટલમાં સારવાર માટે રવાના કરાયા હતા. અન્ય એક અહેવાલ મુજબ કુલ કેટલા લોકોને કેવી ઇજા થઇ હતી. શુક્રવારે બપોરે ચાર વાગ્યે મિડટાઉન મેનહટ્ટન સાથે જાેડાયેલા મરે હિલના થર્ટી નાઇન્થ સ્ટ્રીટ અને થર્ડ એવેન્યુના કોર્નર પર કેટલાક લોકો દેખાવો કરી રહ્યા હતા ત્યારે આ કાર ધસી આવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution