/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અભયમની ટીમે સમયસર પહોંચી પતિને બચાવ્યો

 ગોધરા

 ગોધરા નજીકના એક ગામમાં શિક્ષક પતિ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી એક પરિણીતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કરી પોતાની આપવીતી જણાવી હતી. જે વાત તેનો પતિ સાંભળી ગયો હતો અને પતિએ રૂમમાં પુરાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા અભયમ ટીમ ગોધરા સમયસર પહોંચી જઈ પતિને રૂમમાંથી બહાર કાઢી આત્મહત્યા કરતા અટકાવવામાં સફળતા મળી હતી. અભયમ્‌ ટીમે પતિ પત્ની બંનેને સામાન્ય બાબતમાં ઝઘડા નહિં કરવા સમજ આપી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા નજીક રહેતા નીલમ બેનના રમેશભાઈ સાથે લગ્ન કર્યા છે. રમેશભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે,જ્યારે નીલમબેન પણ સરકારી નોકરી કરે છે. (નામ બદલ્યા છે). ગત રોજ નિલમબેનના પુત્રને પોતાના પિતા સાથે વાત કરવી હોવાથી નિલમ બેનને જાણ કર્યા વગર તેમના પુત્રે પોતાના પિતાને ફોન કરી દીધો હતો. રમિયાન તેના રમેશભાઈએ પોતે શાળામાં ફરજ ઉપર હોવાનું જણાવી મને કેમ ફોન કરીને હેરાન કરે છે એમ જણાવી નીલમબેન સાથે અપશબ્દો બોલી ઝગડો કરવા લાગ્યા હતા.જેનાબાદ રમેશભાઈ ઘરે આવ્યા હતા.દરમિયાન નિલમ બેને પોતાના પતિને સમજાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી જેથી ગોધરાની ટીમ નિલમબેનની મદદ માટે સ્થળ પર જવા રવાના થઇ હતી. બીજી તરફ આ બાબતની જાણ રમેશભાઈને થઇ ગઈ હતી.જેથી તેઓએ આપઘાત કરવાના ઈરાદા સાથે પોતાના મકાનમાં એક રૂમમાં પુરાઈ ગયા હતા.અભયમ ટીમે રમેશભાઈને રૂમ ખોલાવી બહાર કાઢવા ખુબ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ કોઈ પ્રત્યુત્તર નહિં આપતાં આખરે ટીમે સ્થાનિક રહીશોની મદદ લઈ રૂમનો દરવાજાે તોડી અંદર તપાસ કરી હતી.દરમિયાન રમેશભાઈ બેહોશ અને ગળે દોરડું લટકાવેલી હાલતમાં જાેવાયા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution